________________
તો સંસારી ઈચ્છા હોવાથી આવરણ આવી ગયું છે. ત્યાં ઈચ્છા નહીં, શરીર નહીં એટલે પાર વગરનું સુખ, પરમાનંદમાં જ રહે.
પોતે, પોતે જ થઈ ગયેલો હોય તે ઘડીએ. પોતે આખા જગતને જાણે અને પરમાનંદ અનુભવે. એ બધું પોતે જ, બીજો કોઈ રહ્યો જ નહીં.
બુદ્ધિથી આ વાત પહોંચે નહીં. બુદ્ધિ એની લિમિટ સુધી જઈને પછી પાછી પડે. પણ જેમ જેમ જ્ઞાનની શ્રેણી ચઢતા જઈએ તેમ તેમ સમજાતું જાય. બે પગથિયા ચઢ્યા તો એટલું આપણને દેખાતું થાય. જેમ ટૉપ ઉપર ગયા તો આગળનું દેખાતું થાય.
અહીં છેલ્લી વાત જાણવાની મળે. જેની આગળ કશું જાણવાનું જ બાકી ના રહ્યું. ફેરફાર ના થાય. શબ્દનો પરમ અર્થ અહીં આગળ થાય, જે પરમાર્થ કહેવાય.
99