________________
સમ્યક્ દર્શન, એની પર આવરણ આવી જાય પણ લાયક સમકિત એની પર આવરણ જ ના આવે.
આ દેહ હું છું એ દેહમાં આત્મબુદ્ધિ છૂટી જાય, દેહાધ્યાસ છૂટી જાય, એટલે આત્મદર્શન થાય અને પછી સાંસારિક દુઃખ અડે નહીં એ આત્મજ્ઞાન.
આત્માને ઓળખવો, આત્માને અનુભવવો એ કેવળદર્શન ભણી જાય.
કેવળદર્શનમાં જે સમજવાની ચીજ સમજી લીધી પણ જાણવાનું બાકી રહ્યું અને સંપૂર્ણ જાણી લીધું એટલે કેવળજ્ઞાન, અનંત પ્રદેશોનું બધું આવરણ તૂટી ગયું.
અક્રમ વિજ્ઞાનના આધારે, અપવાદરૂપે, આ કાળમાં ક્ષાયક સમકિત મહાત્માઓને સીધું જ પ્રાપ્ત થયું છે. એ શુક્લધ્યાનનો પહેલો પાયો, અસ્પષ્ટ વેદન કહેવાય. “કંઈક છે' એવું લાગ્યું. પણ સ્પષ્ટ વેદન “આ છે' એવું ડિસિઝન નથી આવ્યું. સમજમાં આવે એ દર્શન અને અનુભવમાં આવે એ જ્ઞાન.
આ અક્રમ માર્ગમાં કેવળદર્શનનું જ્ઞાન, ક્ષાયક સમકિતનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. હવે જેમ જેમ આજ્ઞામાં રહે તો આ સમજ પછી વર્તનમાં આવે ત્યારે લાયક જ્ઞાન થાય.
અક્રમ માર્ગમાં પ્રતીતિ પ્રમાણે અનુભવ થાય, એટલું જ્ઞાન પ્રગટ થતું જાય. જેટલા પ્રમાણમાં અનુભવ એટલા પ્રમાણમાં વીતરાગતા, એટલું ચારિત્ર કહેવાય.
કોઈ દસ હજાર લૂંટી લે, તે ઘડીએ આ પુદ્ગલની કરામત છે એવું ભાન રહે, મહીં અસર ના થાય તે કેવળદર્શન. પુદ્ગલની કરામત છે એવું જાણવામાં આવે તો કેવળજ્ઞાન અને પુદ્ગલની કરામત છે એવું વર્તનામાં આવે તે કેવળચારિત્ર.
સૂઝ એ દર્શન છે, વિના પ્રયાસે પ્રાપ્ત થાય. એ દર્શન ખૂલતું ખૂલતું કેવળદર્શન થઈને ઊભું રહે પણ વચ્ચે નિમિત્ત જોઈએ.
61