________________
કરે ? જો વિકલ્પ આવે તો એ જ્ઞાન ઊડી જાય. એ તો એ પ્રમાણે જ
વર્તવું જોઈએ, જવું જ જોઈએ. એ તો કેવળ ભગવાનને ટકે આ જ્ઞાન.
કેટલાક લોકો કહે કે આમ થશે, તો તેવું થઈ જાય. તે ત્રિકાળજ્ઞાન નથી, પણ અંતઃકરણની શુદ્ધિ અને યશનામ કર્મ હોય એનું, તેનાથી બની
જાય.
ત્રિકાળજ્ઞાની ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાયમ જાણે અને હૃદય શુદ્ધિવાળો તો સાધારણ કહી જાય તે પ્રમાણે બની જાય.
તીર્થંકરો કેવળજ્ઞાને કરીને બધું કહી શકે કે ભૂતકાળમાં આ પ્રમાણે હતું, વર્તમાનમાં આ પ્રમાણે છે અને ભવિષ્યકાળમાં આ પ્રમાણે થશે. પણ એ વર્તમાન જ જોતા હતા.
દરેક વસ્તુના આગળ શું પર્યાય હતા, અત્યારે શું છે અને હવે પછી શું થશે, એમ ત્રણેવ કાળના પર્યાય બતાવે એ સર્વજ્ઞ કહેવાય. [૬] કેવળદર્શત
(૬.૧) કેવળદર્શનની સમજ
કેવળ એટલે એક્સૉલ્યુટ, જેમાં કોઈ ભેળસેળ નહીં, પ્યૉર. કેવળદર્શન એટલે કેવળ આત્માની જ જેને શ્રદ્ધા છે એ.
આ જગત જેમ છે તેમ સમજમાં આવી જવું એ કેવળદર્શન અને જાણમાં આવી જાય એ કેવળજ્ઞાન.
કેવળદર્શન એટલે ક્ષાયક સમકિત. એ થયા પછી કેવળજ્ઞાન થાય. સમ્યક્ દર્શન ક્યારે થાય ? આખા જગતમાં ક્યાંય કોઈ જોડે પક્ષાપક્ષી ના થાય, મતભેદ ના થાય ત્યારે.
સમજ મેળવવા માટે ટાઈમ ના જોઈએ પણ જ્ઞાનપણામાં ટાઈમ
જોઈએ.
તીર્થંકર ભગવાનની અજાયબ શોધખોળ છે; દર્શન અને જ્ઞાન, જોવું અને જાણવું, બે જુદું પાડી દીધું. એની પાછળ આખું વિજ્ઞાન છે.
60