SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ (7.4) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી 405 નિજસ્વભાવનું જ્ઞાન તો અત્યારે તમને વર્તે છે પણ ખંડિત વર્તે છે. એટલે અખંડ વર્તે ત્યારે કેવળજ્ઞાન કહેવાય ને આ અંગે કેવળજ્ઞાન કહેવાય. જેટલું ખંડિત એટલું અંશ કેવળજ્ઞાન. પ્રશ્નકર્તા: ‘શુદ્ધાત્મા છું એનું અખંડ વર્ત. દાદાશ્રી : અખંડ વર્તે. હવે આ બધાને ખંડિત કેમ થાય છે? અખંડ પ્રતીતિ રહે છે પણ અખંડ જ્ઞાન રહેતું નથી. એનું શું કારણ ? ત્યારે કહે, આ પાછલાં કર્મો એને ગોદા મારે. પ્રતીતિ જાય નહીં પણ જ્ઞાન અને અનુભવ બે જુદી વસ્તુ છે. શું જતું રહે ? પ્રશ્નકર્તાઃ લક્ષ અને અનુભવ જતું રહે. દાદાશ્રી : હા, એટલે કહે છે કે જો કદી આ કર્મ પૂરા થઈ જાય, પછી એની મેળે કેવળજ્ઞાન થઈ જાય. હું શુદ્ધાત્મા છું'તું અવલંબન છૂટે, બને નિરાલંબ કેવળજ્ઞાન એટલે એબ્સોલ્યુટ. એને ગુજરાતીમાં કહેવું હોય તો નિરાલંબ. એટલે અમને કોઈ જાતના અવલંબનની જરૂર નહીં. એટલે અમને કશું વસ્તુ અડે નહીં, એ અમારું સ્વરૂપ. જેલમાં બેસાડ્યા તોય પોતે નિરાલંબ. બહાર બેસાડે તોય નિરાલંબ. કારણ કે અક્રમ વિજ્ઞાન છે, ફુલ સ્ટોપ (પૂર્ણવિરામ) વિજ્ઞાન છે, આ કોમા (અલ્પવિરામ) વિજ્ઞાન નથી. પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું અવલંબન કોને છે, આત્મા તો નિરાલંબ છે ? દાદાશ્રી : પ્રજ્ઞાને. આ શુદ્ધાત્મ પદ પ્રાપ્ત થાય એટલે કેવળજ્ઞાનના અંશની શરૂઆત થાય. સર્વાશે કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાનના અમુક અંશનું ગ્રહણ થાય એટલે આત્મા તદન છૂટો જ દેખાયા કરે, ત્યાર પછી એબ્સોલ્યુટ' થાય. શુદ્ધાત્મા થયા એટલે મોક્ષમાં આવ્યા તમે, મોક્ષનો વિઝા મળી ગયો તમને. તમારી ગાડી શરૂઆત થઈ ગઈ, “હું શુદ્ધાત્મા છું' એ.
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy