________________ 404 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) થયું છે પણ ચારિત્ર ઉત્પન્ન થયું નથી, ત્યાં સુધી કેવળજ્ઞાન ના થાય. જ્યાં સુધી હિસાબ છે ત્યાં સુધી ચારિત્ર ઉત્પન્ન ના થાય. પ્રશ્નકર્તા આપણા મહાત્માઓને તો ચારિત્રનો ઉદય થયો છેને ? દાદાશ્રી : હા, થયેલો છે. પણ એ ચારિત્રનો ઉદય કાયમ ના રહે. ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ” પણ પછી કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.” “કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.” અક્રમ છેને, એટલે આત્માનું ચારિત્ર થાય. જેટલા મિથ્યાભાસ, સાકારી ભાવો, જે મોહથી સત્યાભાસ હતા હવે એ જે આવે છે એ નથી ગમતા, કેમ કે પોતાના સ્વ-સુખને આંતરે છે, એ પોતાના અંતરાય કર્મો, એ મિથ્યાભાસ ટાળે તો ચારિત્રનો ઉદય થાય. વ્યવહાર ચારિત્રના બહાર તો ઓળા રહ્યા છે, વ્યવહાર ચારિત્ર પણ નથી. આ તો નિશ્ચય ચારિત્ર, એનાથી વીતરાગતા આવતી જાય અને છેલ્લે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. વર્તે પ્રતીતિ અખંડ પણ જ્ઞાત-અનુભવ ખંડિત પ્રશ્નકર્તા કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.... દાદાશ્રી : હં, હવે પોતાના સ્વભાવનું નિરંતર અખંડ વર્તે શાન. નિજસ્વભાવનું એટલે આત્મસ્વભાવનું અખંડ જ્ઞાન વર્ત, કે જ્ઞાતા-દ્રષ્ટા છું. એ જ્ઞાન વર્યા કરે. આખો દહાડો જ્ઞાતા-દ્રષ્ટા તરીકે જ જોયા કરે કે મહીં મન શું કર્યા કરે છે, બુદ્ધિ શું કરે, અહંકાર શું કર્યા કરે છે, એ બધાનો પોતે જ્ઞાતા-દ્રષ્ટા રહે. આત્મરમણતા નિરંતર અખંડ વર્તે, તે કેવળજ્ઞાન. નિરંતર ના રહી શકે ત્યાં સુધી કેવળજ્ઞાન થવા તરફ ધ્યેય છે, તે સમકિત કહેવાય. તમને આ નિજસ્વભાવની અખંડ પ્રતીતિ વર્તે છે પણ થોડુંક જ અનુભવે બાકી રહ્યું છે. તેને લીધે આ કેવળજ્ઞાન અટક્યું છે, તે કાળને લઈને પાછું. જો કાળ પેલો હોત તો ના અટકત.