SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ 384 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) શુદ્ધાત્મા થઈ જાવ. એટલે તમને શબ્દનું અવલંબન હોય. અમારે શુદ્ધાત્મા ના હોય, મૂળ જે છે તે, વાસ્તવિક. એ જોયા પછી જ વાણી એક્ઝક્ટ નીકળે, નહીં તો વાણી એક્ઝક્ટ ના નીકળે. પ્રશ્નકર્તા H એટલે શુદ્ધાત્મા શબ્દાવલંબન છે ? દાદાશ્રી : આત્મા શુદ્ધાત્મા છે તે તો સમજવા માટે શબ્દરૂપે છે. તું ગમે તે કરે તોય તું શુદ્ધ જ છું. બાકી આત્મા જ્ઞાનસ્વરૂપી છે. કેવળ એટલે માત્ર જ્ઞાનસ્વરૂપી છે, પ્રકાશ સ્વરૂપી છે. એ સૂક્ષ્મ વસ્તુ છે. શુદ્ધાત્મા તો સ્થૂળ દ્રવ્ય છે. પેલું તો આકાશ જેવું છે. એ તો શુદ્ધાત્મા સ્ટેશને ઉતર્યા પછી સમજાશે. પૂળમાં આવશે, પછી સૂક્ષ્મમાં સમજાશે. કેવળ એટલે ફક્ત જ્ઞાન જ છે, ભેળસેળ નહીં. જ્ઞાન સિવાય બીજું કશું છે નહીં. વિચારો, શબ્દો સ્થૂળ કહેવાય અને એ સૂક્ષ્મ કહેવાય. ભગવાન દરેક વસ્તુને આરપાર જોઈ શકે. સૂક્ષ્મ છે ને સ્થૂળનો અંતરાય ના રહે. જ્યાં સુધી આવરણ છે ત્યાં સુધી અંતરાય છે. ઉદયવશ વર્તે પૌદ્ગલિક અંશમાં, આ કાળના હિસાબે પ્રશ્નકર્તા એટલે એકમાંથી બીજામાં જઈ શકાય આપને, બહુ સહેલાઈથી ? દાદાશ્રી : ઊંડું એવું નહીં, પણ સંપૂર્ણ કેવળજ્ઞાન નથી થયેલું એટલે સંપૂર્ણ કેવળજ્ઞાન વર્તે નહીં. એટલે બીજા અંશમાં વર્તાય એટલે પૌદ્ગલિક અંશમાં વર્ત, પૌદ્ગલિક વર્ત. આ તમને જેટલા કર્મના ઉદય આવે તે દહાડે તમને ઉદયમાં ઘાલી દે. એટલે તમારે ઉદય વશ રહેવું પડે, સ્વવશ ના રહી શકાય. એટલે સ્વવશ થવાનું છે. પ્રશ્નકર્તા : હા, બરાબર છે. દાદાશ્રી : પણ ઉદયવશ રહેવું પડેને ! હજુ જ્યાં સુધી ઉદયો છે, એ તમારે સો હોય તો મારે પાંચ હોય પણ ઉદય હોય ને એટલો ભાગ એ કાચો અને તે આ કાળમાં પૂરો થાય એવો છે નહીં, નહીં તો કેવળજ્ઞાન બહાર પાડત. જોયું ખરું, સમજમાં આવ્યું પણ બહાર પાડી શકાય એવી
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy