________________ 340 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) પ્રશ્નકર્તા: કેવળી પાછા કંઈ બોલે નહીં ? દાદાશ્રી : બોલે બધુંય, પણ એમની પાસે બીજાને આપવાની શક્તિ ના હોય. એ પૂર્વભવનું કારણ છે. પૂર્વભવે જો ભાવના થયેલી હોય તો, અને પૂર્વભવે એ ભાવના હોય નહીં ક્રમિક માર્ગમાં. કો'કને હોય ત્યારે તીર્થકર કર્મ બાંધે. પ્રશ્નકર્તા : જ્ઞાની તીર્થકર થાય ? દાદાશ્રી : એ જ તીર્થકર થાય, બીજા કોઈ ના થાય. કારણ કે ભાવના ભાવી છે કે જગતના લોકો મારા જેવું સુખ પામો. એ કલ્યાણ કરવાની ભાવના કહેવાય. કેવળી દરેક લોકો થાય, બ્રાહ્મણ, વાણિયા, પટેલ બધાય. કેવળી થવાની બધાને છૂટ, ક્ષત્રિયો એકલા જ તીર્થંકર થાય. કેવળીને પકવે જ્ઞાતી, પણ છેલ્લો સિક્કો તીર્થકરતો પ્રશ્નકર્તા કેવળી જે હોય, એ જ્ઞાનીની હાજરીમાં હોઈ શકે છે ? દાદાશ્રી : જ્ઞાનીની હાજરીમાં નહીં. જ્ઞાની કેવળ થયા નથી હજુ. એટલે કેવળજ્ઞાની (તીર્થકરો) થયેલા હોય તો એમની હાજરીમાં કેવળી થાય, પકવેલા હોય જ્ઞાનીએ. પ્રશ્નકર્તા H એટલે એ કેવળી જે તીર્થકરની હાજરીમાં થાય, એ જ્ઞાનીએ પકવેલા હોય ? દાદાશ્રી : હાસ્તો, કેવળીએ શું મહેનત કરી ? કેવળજ્ઞાનીઓએ શું મહેનત કરી ? ત્યાં જઈને સહી-સિક્કો વાગ્યો. આપણા અહીં આગળ બધા સીમંધર સ્વામી ભગવાનનું બોલ બોલ કરે છે અને પછી તીર્થંકરની પાસે જાય તો વાર જ નહીં ને કેવળી થાય ત્યાં. પ્રશ્નકર્તા : જ્ઞાનીઓ મેલ ધોઈ આપે બધો, સહી-સિક્કો કરવાનો, સર્ટિફિકેટ બધું ત્યાં મળી જાય !