________________ (7.2) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ-તીર્થકર ભગવાનની 339 અને એવી ભાવના હોય ને, એ તો ઉત્તમ વસ્તુ છે. કારણ કે આપણે જે કમાયા, લાભ થયો એવો એ બીજાને, સામાને થવો જ જોઈએ ને ! દાદા છે તો થાય, નહીં તો થાય નહીં ! પ્રશ્નકર્તા: તો કેવળી અને તીર્થંકરમાં શું ફેર ? દાદાશ્રી : જ્ઞાનમાં ફેર ના હોય, બેઉના પુર્વેમાં ફેર હોય. તીર્થર એ વર્લ્ડની અજાયબી, વળી બૂઝે જ્યાં પ્રશ્નકર્તા કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર કેવળી પણ તીર્થંકરની જેમ મોક્ષ પ્રાપ્તિ કરે છે. દાદાશ્રી : કરેક્ટ (સાચી) વાત છે. પ્રશ્નકર્તા: તો કેવળીને તીર્થંકરની કોટીમાં મૂકી શકાય ખરાં? દાદાશ્રી : ના મૂકી શકાય. ક્યાં તીર્થંકર દેવ ! એ તો વર્લ્ડની અજાયબી કહેવાય ! આ તીર્થકર ગોત્ર તો જ્યાં આગળ પગ મૂકે ત્યાં તીર્થ થયું. તીર્થકરની એ વાત અને એમની વાણી ! એ તીર્થકરને આજે સાચા દિલથી સંભારે તોયે આનંદ થઈ જાય છે. તો પછી કેવળીને તીર્થકરની કોટીમાં મૂકી શકાય ? ના મૂકી શકાય. પ્રશ્નકર્તા બન્નેની જાતિ એક જ પ્રકારની હોઈને તેમને સમકક્ષ ગણાય ? દાદાશ્રી : ના, સમકક્ષ ક્યારેય ના ગણાય. તીર્થકર એટલે તીર્થંકર. સાયન્ટિસ્ટો કોણ હતા ? ત્યારે કહે, તીર્થકરો એકલા જ વિજ્ઞાની હતા. અને એમના નિમિત્તે જે કેવળી થયેલા, એ પોતે પોતાની મેળે બુઝેલા પણ બીજાને બુઝવી ન શકે. પ્રશ્નકર્તા: કેમ ન કરી શકે ? દાદાશ્રી : કેવળી જુદી વસ્તુ છે. કેવળી એટલે ભગવાનની હાજરીમાં જ એને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય. ખાલી હાજરી જ ખૂટતી હોય.