SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ (7.1) કેવળજ્ઞાનની સમજ 325 પોતે જ પોતાને દેખે, સંપૂર્ણ કેવળજ્ઞાને પ્રશ્નકર્તા: આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ કહ્યું તો કેવળજ્ઞાન થાય છે એ જે કહે છે ને, એ કોને થાય છે ? દાદાશ્રી : આત્માને જ થાય છે. પ્રશ્નકર્તા: પણ પોતે કેવળજ્ઞાન સ્વરૂપ જ છે ને ? દાદાશ્રી : છે જ કેવળજ્ઞાન પણ વાદળો ખસવા જોઈએ, ને તેમ તેમ થતું જાય. આ સૂર્યનારાયણ આખો દેખાવા માંડ્યો તો કોને દેખાવા માંડ્યો ? પ્રશ્નકર્તા: જોનારાને. સૂર્યનારાયણ અને વાદળો એટલે વાદળનું આવરણ જેને છે. દાદાશ્રી : હા, જોનારને, પણ જોનાર અને જાણનાર બેય એક જ છે વસ્તુ આ. પ્રશ્નકર્તા એટલે જોવાની વસ્તુ અને જોનાર, બેય એક જ છે? દાદાશ્રી : હા, આત્મા સ્વનેય જાણે છે ને પરમેય જાણે છે. પોતાના સ્વને જાણે છે કે જાણનાર કોણ, સ્વ કોણ. જાણેલી વસ્તુ એ પોતે જ છે. પોતે પોતાને જ જાણે છે. આત્મા સ્વને જાણે છે ને પરને જાણે છે. તે વાદળો ખસી ગયા એટલે પોતે પોતાને આખો દેખાય, એને કેવળજ્ઞાન કહેવાય.
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy