SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ 314 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) દાદાશ્રી : એ એબ્સૉલ્યુટ જ્ઞાન. બાકી આ જ્યાં સુધી ક્રોધવાળું જ્ઞાન છે ત્યાં સુધી ક્રોધનું મહીં મિલ્ચર છે. લોભનું મિશૂર છે ત્યાં સુધી જ્ઞાન નથી. લોભી જ્ઞાન છે એ કામમાં લાગવાનું નથી, ક્રોધી જ્ઞાન છે એ કામમાં લાગવાનું નથી. અહંકારી જ્ઞાન છે એ કામમાં લાગે નહીં. આ બધું મહીંથી નીકળી જાય ત્યારે એબ્સોલ્યુટ જ્ઞાન રહે. એબ્સોલ્યુટ જ્ઞાન સમજે તો ઉકેલ આવશે. બીજું તો એ દ્રવ્ય-ગુણપર્યાયથી બધું જ જાણે, જગતમાં કશું વસ્તુ જાણવાની બાકી ના હોય એમને માટે. એબ્સૉલ્યુટ જ્ઞાન, એબ્સોલ્યુટ ! પણ આ અર્થ સમજે નહીં લોકો. એ પેલા જોવા ભણી દૃષ્ટિ એમની. શાસ્ત્રોમાં એ લખ્યું છે ને ! આ લખ્યું હોત કે ભઈ, ક્રોધ ઓછો કરો, ક્રોધ કાઢો, તો મહીંથી ધીમેથી ઓછું કરતો જાત. પ્રશ્નકર્તા: એમ તો ઈન્ડિરેક્ટલી આ સમયસારમાં આખરમાં એનો સાર કાઢીને લખ્યું છે કે કિંચિત્માત્ર પણ રાગ હશે તો જ્ઞાનનું ઉદ્ઘાટન થશે નહીં. દાદાશ્રી : એ પણ લોકો એમની ભાષામાં સમજે છે ને ! એ રાગ મારે કાઢવાનો છે. પ્રશ્નકર્તા H હા, એટલે એ તો પછી આખી જુદી ક્રિયા થઈ જાય. દાદાશ્રી : મિલ્ચર થયેલું છે આ. મારે કેવળજ્ઞાન જાણવું છે એ જ્ઞાનેય છે તે મિલ્ચર છે. જાણવાપણાની ઈચ્છા છે એ મિલ્ચર થયેલું છે. એ કાઢી નાખો. નિર્ભેળ, શુદ્ધ, એબ્સૉશૂટ એ જ કેવળજ્ઞાત જ્ઞાન એટલે જ્ઞાન, પ્યૉર પ્રકાશ. જ્ઞાન એ જ પરમાત્મા છે. કયા જ્ઞાન પરમાત્મા? જે જ્ઞાન મન-વચન-કાયાથી ચોરી ન કરાવડાવે, મનવચન-કાયાથી પ્રપંચ-જૂઠ ના કરાવડાવે, જે જ્ઞાન લોભ ના કરાવડાવે, ક્રોધમાન-માયા-લોભ ના કરાવડાવે તે જ્ઞાન જ પરમાત્મા છે. તે કેવળ એ જ જ્ઞાનને ભજે ને બીજા કોઈ જ્ઞાનની ભજના ના હોય એનું નામ કેવળજ્ઞાન.
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy