________________ (7.1) કેવળજ્ઞાનની સમજ 313 છે અને જ્ઞાનમાં જ હુંપણું. તેને કેવળ શાથી કહે છે ? એબ્સોલ્યુટ કહેવા માટે, નહીં કે આ બધું દેખાય છે. આત્મા જેને શુદ્ધ ચૈતન્ય કહેવામાં આવે છે, એ કોઈ વસ્તુ નથી, કેવળજ્ઞાન માત્ર છે. ફક્ત જ્ઞાન જ છે, કેવળજ્ઞાન જ છે. આ જ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી. મહીંના યોને જુએ, પછી ઝળકે બ્રહ્માંડના શેયો પ્રશ્નકર્તા: કેવળજ્ઞાનનો ક્રમિકમાં એવી રીતે અર્થ કરે છે કે ત્રણેય કાળનું બધું દેખાય. આખા દુનિયાના બધા પદાર્થો દેખાય ને છતાં પોતે પોતાના આત્મામાં સ્થિર રહે. દાદાશ્રી : બરોબર છે એ બધું કેવળજ્ઞાનમાં દેખાય. આ આંખનું નહીં, અંદરની આંખોથી, આ આંખેથી અમુક હદનું જ દેખાય. કેવળજ્ઞાન એટલે જગતની બધી જ વસ્તુ, જેટલી શેય અને દૃશ્ય છે એટલી બધી દેખાય એને. કારણ કે પોતે જ્ઞાતા-દ્રષ્ટા છે એટલે દેખાય બધું. કેવળજ્ઞાન એક એવું જ્ઞાન છે કે એના દેખાવામાં કોઈ વસ્તુ બાકી ના રહે. જેટલા જોય છે એ બધા દેખાય, દૃશ્યો પણ બધાં દેખાય. એટલે આ આમ આપણે જોયેલું એ ગમ્યું હોય, આમાં ગમ્યું નથી. કેવળજ્ઞાની કોણ કે જેને બધી વસ્તુ જ્ઞાનથી દેખાય. સમજમાં બધું હોય, જ્યારે જ્ઞાનમાં પૂર્ણ ફોડ હોય, બાધે ભારે ના હોય. પણ જ્યાં સુધી કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી મહીંના જોયો જોવાના છે. ત્યાર પછી બ્રહ્માંડના શેયો ઝળકે. આ કાળમાં અમુક જ અંશો સુધી જોયો અને દૃશ્યો ઝળકે. અહંકારી જ્ઞાત નીકળતા, રહે એ એબ્સોલ્યુટ જ્ઞાત કેવળજ્ઞાનને આ લોકો સમજે છે એના કરતા મૂળ વાત ઉપર આવી જાવને કે કેવળજ્ઞાન એટલે કે આ તારો જ મહીંથી અહંકાર, રાગવૈષ આ બધું ચોખ્ખું કરવાનું છે. ક્રોધ-માન-માયા-લોભ એ બધા પરમાણુ જતા રહે. પ્રશ્નકર્તા: જે બાકી રહે એ એબ્સૉલ્યુટ જ્ઞાન છે ?