________________ [7] કેવળજ્ઞાત (7.1) જ્વળજ્ઞાનની સમજ “હું”“મારું' સીમિત કૈવલ્યજ્ઞાને, અસીમિત કેવળજ્ઞાને પ્રશ્નકર્તા H વીતરાગ ધર્મમાં જે કેવળજ્ઞાન કહીએ છીએ તો વેદાંતમાં કે બીજા ધર્મોમાં શું કહેતા હશે એને? દાદાશ્રી : તેઓ કેવલ્ય કહે છે. પ્રશ્નકર્તા: વીતરાગોનું કેવળજ્ઞાન અને વેદાંતીઓનું કેવળજ્ઞાન એમાં ફેર ? દાદાશ્રી : વેદાંતમાં કેવળજ્ઞાન હોતું નથી. પ્રશ્નકર્તા: એ લોકો કેવલ્ય કહે છે એ શું ? દાદાશ્રી : કૈવલ્યજ્ઞાન અને કેવળજ્ઞાન બન્નેવ જુદી વસ્તુ છે. કૈવલ્યજ્ઞાન અને કેવળજ્ઞાન વચ્ચે આસમાન-જમીનનો તફાવત છે. કેવલ્યજ્ઞાન તે રિલેટિવ જ્ઞાન કહેવાય અને કેવળજ્ઞાન તે રિયલ જ્ઞાન કહેવાય. હું અને મારાનું નાનામાં નાનું કુંડાળું તે કેવલ્યજ્ઞાન અને કેવળજ્ઞાન તે એબ્સોલ્યુટિઝમ (નિરાલંબ). પ્રશ્નકર્તા H અષ્ટાંગ યોગમાં યમ, નિયમ કરતા કરતા સમપ્રજ્ઞા