________________ (4.1) અવધિજ્ઞાન 239 ભવિષ્યનું જ્ઞાન થાય તો એ ઘડીવાર અને પછી જતું રહે એ જ્ઞાન. કારણ કે એ જાણે કે આજે અથડાઈશ, એટલે પછી એ મનમાં સંકલ્પ-વિકલ્પ કરે, એટલે જતું રહે એ જ્ઞાન. આપની સમજમાં આવે છે કે, હું શું કહેવા માગું છું તે ? એ જ્ઞાન મારી પાસે આવ્યું'તું. તે પછી મેં કહ્યું કે એ તો કામનું જ નહીં, એ તો સંકલ્પ-વિકલ્પ થાય. આમ થઈ જશે, આમ જવાય નહીં અને ગયા વગર ચાલે નહીં. પ્રકૃતિ જ લઈ જાય છે આ બધું. અવધિજ્ઞાત, સુખ વધારે દેવોને પ્રશ્નકર્તા: હવે દેવગતિની અંદર અવધિજ્ઞાન હોય છે, તો તેમને અવધિજ્ઞાનથી આગળ-પાછળનું બધું ખબર પડે ? દાદાશ્રી : અવધિજ્ઞાન એટલે આજે ઉપયોગ મૂકે તો મનુષ્યલોકમાં શું ચાલી રહ્યું છે એ દેખાય. ' હવે દેવલોકોને એ જ્ઞાન, તે ત્યાંથી જુએ, ત્યાં ઉપયોગ મૂકે એટલે પોતાના ફાધર-મધર બધા શું કરે છે દેશમાં, એ બધા એમને દેખાય. તે સગાવહાલાને જુએ અને પછી એ બધા દુઃખી થયેલા દેખાય એટલે મનમાં એને એમ સંતોષ થાય કે જો મેં ધાર્મિક કાર્યો સારા કર્યા હતા પુણ્યના, તો મને દેવગતિ મળી અને મારા સગાવહાલા જુઓ એમણે ખોટા કામ કર્યા હતા તે માર ખાય છે ને બધા ! એટલે પોતાને આનંદ થાય. અવધિજ્ઞાન દેવગતિમાં આનંદ વધારે કરાવે છે. એને એ જ્ઞાન હેલ્પ કરે. તે દેવગતિનું સુખ, વૈભવ વધે ઊલટો એને. પ્રશ્નકર્તા: પણ દેવનું સુખ તો કાયમી નથી કાંઈ ? દાદાશ્રી: કાયમી તો કશું કોઈ જગ્યાએ હોય જ નહીંને ! કાયમનું તો ફક્ત પોતાના સ્વભાવમાં, સનાતન ધર્મમાં આવે ત્યારે. આ બધો સનાતન ધર્મ જ ન્હોયને હવે એ અવધિજ્ઞાન પાછું દુઃખ ક્યારે આપે? જે વસ્તુ વિશેષ હોય