________________ 238 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) નફો છે, એની આગળ તો ખોટ છે તે બધું એને ખ્યાલ આવે તો પાછું ઉપાધિ થઈ પડે. એટલે ઉપાધિમય જ જીવન જીવે. એટલે મનુષ્ય માત્રને આ આગળ ન જાણવું એ ઉત્તમ છે. કિચિંતુમાત્ર આવું જાણવું એ એને ફાયદાકારક નથી. અને એ જ્ઞાન જો આપણને હોય તો આપણી લાઈફ ખલાસ થઈ જાય, યુઝલેસ થઈ જાય. એટલે એ જ્ઞાન નથી તેથી આપણે રોફથી ફરીએ છીએ. આપણને જો કદી આ ફોરકાસ્ટ (આગાહી)નું જ્ઞાન આપ્યું હોતને તો મનુષ્યો બધા, આ દુઃખ તો છે બધા, એથીય અત્યંત દુઃખમાં હોત. એટલે નથી એટલું સારું છે. ફોરકાસ્ટનું જ્ઞાન આપ્યું હોતને તો આપણે અહીં સુખેય આપનારું થાય ને દુ:ખેય આપનારું થાય. જો સારો યોગ જામવાનો હોય તો સુખ આપનારું થાય, નહીં તો દુઃખ આપનારું થાય. એ કામનું જ નથી. એના કરતા એ બધું અજાણ્યું જ રહેલું છે એ સારું છે ને? કેમ લાગે છે? તા ટકે અવધિજ્ઞાન, સંકલ્પ-વિકલ્પ પ્રશ્નકર્તા અવધિજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એ લોકોને કેવી રીતે પ્રાપ્ત થાય ? દાદાશ્રી : એ પ્રાપ્તિ થાય એવી ચીજ નથી. એ તો આવરણ એની મેળે તૂટી જાય ને દેખાય બધું. બહુ હેલ્ડિંગ વસ્તુ નથી એ. પ્રશ્નકર્તા : બરાબર. દાદાશ્રી : નહીં તો કાલે ગાડીમાં એક્સિડન્ટ થશે, તે સવારથી નીકળે નહીં. હવે તે ઘડીએ જ્ઞાન જતું રહે પેલું. એની ઉપર સંકલ્પ-વિકલ્પ કર્યા તો જતું રહે. એ તો કોને આ જ્ઞાન ટકે ? કે એવું અથડાવવાનું છે, એ થવાનું છે તોયે નીકળે તેને ટકે. એટલે આ જ્ઞાનથી આ લોકોને આગળની વિગત દેખાડવામાં આવે જ નહીં. મુશ્કેલીમાં મૂકાય જાય, સંસાર બધો બગડી જાય. એટલે એ જો જાણે ને તો પણ ત્યાં જવું જ પડે. એટલે એવું કોઈને