________________ 208 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) પ્રશ્નકર્તા : સ્વચ્છંદની રીતે કરવા ગયા પાછા ! દાદાશ્રી સ્વચ્છંદ જ, પોતાનું ડહાપણ કરે છે. પણ આ કોઈ પણ ક્રિયા, આમ સીધું કરાય નહીં. જે લખ્યું છે એની આપણને પહેલી શ્રદ્ધા બેસવી જોઈએ અને શ્રદ્ધા બેસે તો પછી જ્ઞાનમાં ફિટ થાય. ત્યાર પછી તમારે કશું કરવાનું નહીં. એની મેળે જ ક્રિયા થયા કરે. અધ્યાત્મમાં વાળે સુકૃત, સંસારે વાળે કુશ્રુત જે શ્રુતજ્ઞાન અધ્યાત્મ તરફ વાળે એ સુશ્રુત કહેવાય અને જે શ્રુતજ્ઞાન સંસારમાં હિતકારી લાગે, એ કુશ્રુત કહેવાય. પ્રશ્નકર્તા: દાદા, સુશ્રુત ને કુશ્રુત બરોબર સમજાવો. દાદાશ્રી : અધ્યાત્મ સિવાય બીજું બધુંય વાંચન કુશ્રુત છે અને ત્યાં જ કુમતિ ઉત્પન્ન થાય. કુશ્રુત જો છૂટે તો સુશ્રુત પેસે. હવે કુશ્રુતને જે બુદ્ધિ ઉત્પન્ન થયેલી છે એ વિપરીત બુદ્ધિ છે અને તેથી ભયંકર આ દુઃખો છે બધા. વિપરીત બુદ્ધિથી પોતાનું અહિત કરે ને બીજાનું અહિત કરે. અને સાચી બુદ્ધિ ક્યાંથી ઉત્પન્ન થાય ? સુશ્રુત સાંભળે. સુશ્રુત હોય તો સુમતિ થાય અને કુશ્રુત હોય તો કુમતિ થાય. એટલે આ સુમતિ થાય તો કોઈને શાંતિ આપે. એ અત્યારે એની બહુ અછત છે ને છત પેલી બહુ છે. પેલું સસ્તું થઈ ગયું છે ને આ બહુ મોંઘું, સુશ્રુત અને સુમતિ. પ્રશ્નકર્તા : વિષયોમાં સુખ માને એ બધું કુશ્રુત જ્ઞાન ? દાદાશ્રી : સંસારી બધુંય કુશ્રુત. પણવામાં મજા આવે, પૈણવામાં લાયકાત ગણાય, એ બધું કુશ્રુત કહેવાય. કુમતિ એ સંસાર બુદ્ધિ. કોને સંસારી બુદ્ધિ નહીં હોય ? એમાં જ છે, બીજા શેમાં છે ? પેલી સુમતિ તો છે જ નહીં, નામ પાડે એટલું જ. શાસ્ત્ર એ શ્રુતજ્ઞાત, ન્હોય આત્મજ્ઞાત પ્રશ્નકર્તા H આ શાસ્ત્રોનું જ્ઞાન છે અને આત્મજ્ઞાન એમાં શું ફરક?