SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ (2) શ્રુતજ્ઞાન 207 દાદાશ્રી : શાસ્ત્રમાં જે જ્ઞાન લખ્યું છે ને, એ કરવા માટે નથી લખ્યું. શાસ્ત્રમાં લખ્યું છે કે શાંતિ રાખો, દયા રાખો, ક્ષમા કરો. તે આ જ્ઞાન કરવા માટે નથી કહ્યું અને આપણા લોક કહે, ઘણુયે જાણીએ છીએ પણ થતું નથી. થતું નથી, થતું નથી, અલ્યા, જાણ્યું એ કરવાનું જ નથી. જે જાણ્ય, પુસ્તકમાં વાંચ્યું એ બધું કરવા માટે નથી કહ્યું. માણસથી થાય જ નહીં. પ્રશ્નકર્તા પુસ્તકમાં લખ્યું છે તે કરવાનું નથી, જાણ્યું તે કરવાનું નથી, તો શું કરવાનું ? દાદાશ્રી : એ કરવા ગયા તેથી બગડી ગયું આ બધું. લખ્યું છે એ કરવાનું ના હોય. લખ્યું છે એ જાણવાનું હોય. લખ્યું છે એ જ્ઞાન છે, તે જ્ઞાન જાણવાનું છે. જાણ્યા પછી એ જ્ઞાન ઉપર પ્રતીતિ બેસાડવાની હોય. જ્ઞાન કરવાનું ના હોય. જ્ઞાન જો કરવા જાય તો ચેતન છે તે અચેતન થઈ જાય. જ્ઞાત શ્રદ્ધે તો આવે ક્રિયામાં તે ભગવાનની આ વાત સમજમાં જ ના આવી. તે બફાઈ ગયું. આખો કેસ જ બફાયો છે. શાસ્ત્રમાં જે જ્ઞાન છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે અને શ્રુતજ્ઞાન વાંચનારને મતિજ્ઞાન થાય અને મતિજ્ઞાન જાણવાનું છે. પ્રશ્નકર્તા : મતિજ્ઞાન જાણવાનું એટલે સમજવાનું ? દાદાશ્રી : બસ, જાણીને સમજો. સમજીને જાણવાનું અગર જાણીને સમજવાનું છે. એ બેમાંથી એક જાણવા કે સમજવાનું છે. તેને બદલે આ તો ક્રિયા કરવાનું લઈ બેઠા, તરત ને તરત. જ્ઞાન સમજવાનું એટલે શું થાય? પછી એનું ફળ જ આવશે. એ પ્રમાણે ક્રિયા તમારે કરવાની નહીં. એવું ફળ જ આવશે એ પ્રમાણે. તમે અહીંથી સ્ટેશનનો રસ્તો જાણી લીધો પછી એનું ફળ એ કે તમને સ્ટેશને પહોંચાડી દેશે. પણ આ તો જાણવાનું હતું તેને બદલે કરવા ગયા, જેવું લખ્યું છે એવું કરવા ગયા. એટલે વચ્ચેની એની આખી સાયન્ટિફિક પ્રોસેસ ઊડાડી મૂકી.
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy