________________ (8) ચળ-અચળ-સચરાચર 199 દાદાશ્રી : અસ્થિરને જ જોવાનું છે. અસ્થિર છે ને એ બધા શેય છે અને સ્થિર છે એ જ્ઞાતા છે. પ્રશ્નકર્તા: હવે અસ્થિરમાં જે અવસ્થિત થાય છે એ અહંકાર જ છે ને ? દાદાશ્રી : એ તો અહંકાર છે તે એક્સ્ટ્રીમ (વિશેષ) ગયો કહેવાય. અસ્થિરમાં અટકવા જેવું છે નહીં. ક્ષણે ક્ષણે જગત ફર્યા કરે છે. આત્મા પોતે સ્થિર છે અને બીજું બધું અસ્થિર છે ને અસ્થિરને જોવાનું છે. સ્થિરને જોવાનું ના હોય. અસ્થિરને જોવાની મજા છે. એક પછી એક જોયા જ કરવાનું. આત્મા અચર છે ને જગત સચર છે. તમે અચર છો ને ચંદુભાઈ સચર છે. અચર છે તે સચરને જોયા કરે, બધું જ જોયા કરે. આ એકલું નહીં, બધું જ, જે આવે તે જોયા જ કરે, એનું નામ અચળ. અચળતામાં જ આનંદ છે. આપણે જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં આવી ગયા. હવે તો બધું વ્યવસ્થિત ચલાવશે. કઢી કરવા મૂકીને આપણે તો એ કઢી વ્યવસ્થિતના સંયોગોથી મૂકાય છે અને કઢી બની રહી તેય વ્યવસ્થિતના સંયોગોથી ને પાછી પડી જાય તેય વ્યવસ્થિતના સંયોગોથી. આમાં આપણે જ્ઞાતા-દ્રષ્ટા છીએ. મૂકાયું ત્યાંથી તે આખું પૂરું થતાં સુધીના જ્ઞાતા-દ્રષ્ટા આપણે. આમાં બીજો આપણો સ્વભાવ જ નથી, જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી અને આ પાડોશીનો સ્વભાવ શું ? ખાવું, કરવું, કામ કરવું, વર્કિંગ બધું મશિનરી, મિકેનિકલ બધું કરે. તે આખો ચંચળ ભાગ છે. જે ચંચળ ભાગ છે એ જ અનાત્મા અને અચળ એ જ આત્મ ભાગ છે. ચંચળ લઘુ-ગુરુ થયા કરે પણ આત્મા અગુરુલઘુ સ્વભાવવાળો છે. ચંચળ બધું જ જ્ઞય છે અને અચળ જ્ઞાતા છે. જ્ઞાતા-શેયનો સંબંધ છે, બીજો કશો જ સંબંધ નથી. પોતાની ગુફામાં બેસવાનું. હોમ ડિપાર્ટમેન્ટમાં કશો જ વાંધો નહીં. પછી ફોરેનમાં શું થાય, તે જોવાનું ને જાણવાનું. પ્રજ્ઞાભાવે થશે દરઅસલ આત્માનો અનુભવ આખુંય જગત ચલાવી (ચાલી) રહ્યું છે તે ચંચળ ભાગથી. ફક્ત