________________ (8) ચળ-અચળ-સચરાચર 193 હશે તેમાં.” એટલે એ ‘તમારે મૂળ સ્વરૂપે, અચળ સ્વરૂપે થવું પડશે. એટલે અચળ થઈ જશો પછી. પ્રશ્નકર્તા એટલે આવી રીતે સચળમાંથી અચળ થશે ? દાદાશ્રી : સચળ છે જ આ અને એ પોતે અચળ જ છે. જ્યારે એની આ માન્યતા ખોટી છે એવું ભાન થશે અને સાચી માન્યતા પ્રગટ થશે એટલે એ અચળ થઈ જશે. આ સચળ એ પાછું અચળમાં ભળી જશે, એક થઈ જશે. તથી જાણતો એટલે, કરવા જાય અસ્થિરતે સ્થિર આ લોકો મિકેનિકલ આત્માને સ્થિર કરવા ધ્યાન કરે છે. પણ રિયલ આત્મા સ્વભાવ કરીને સ્થિર છે. મિકેનિકલ આત્માને સ્થિર કરવા માટે ક્રોધ-માન-માયા-લોભ કાઢવા માંગે છે. હવે લોકો સચરને પ્રાણાયમ કરીને, પદ્માસન વાળીને, ઈન્દ્રિયો રોકીને સ્થિર કરવા માંગે છે પણ તે થાય નહીં. કારણ કે એ સમજતો નથી આને. એ “આ સચર છે એવું જાણતો જ નથી. એ જાણે છે કે આ આત્માને જ સ્થિર કરવાનો છે. આ ન્હોય આત્મા. આ તો વ્યવહારમાં રહેલો આત્મા છે. મૂળ આત્મા પોતે સ્થિર જ છે. “તું” પોતે “આત્માને જાણ. અને આ મિકેનિકલ સ્થિર થઈ શકશે નહીં. અમુક કાળ સ્થિર થશે ને પાછું અસ્થિર જ થઈ જશે. મૂળ સ્વભાવ જ મિકેનિકલ છે જેનો ! આ વ્યવહારિક આત્મા સ્થિર થઈ શકે નહીં અને તું પોતે સ્થિર જ છે. ભાન થાય તો ! અને ભાન ના થાય તો એને સ્થિરતા થાય નહીં. પોતે આત્મા છું' એવું ભાન પ્રગટ થાય તો પોતે સ્થિર જ છે અને આ ચંચળ છે એ કોઈ દહાડો સ્થિર નહીં થાય. કારણ કે જેને સ્થિર કરવા જાય છે તે “મિકેનિકલ’ ચેતન છે, એ ખરેખર “એક્ઝક્ટ’ ચેતન નથી. તું “મૂળ સ્વરૂપને ખોળી કાઢ. “મૂળ સ્વરૂપ’ સ્થિર જ છે ! પ્રશ્નકર્તા: આત્મા સ્થિર જ છે તો બીજો કયો ભાગ અસ્થિર છે ? દાદાશ્રી : બીજો બધોય, આત્મા સિવાય. આત્મા સ્થિર છે ને બીજું