________________ (8) ચળ-અચળ-સચરાચર 189 દરઅસલ આત્માના આધારે મિકેનિકલ આત્મા હોય. મિકેનિકલ આત્મા હોય એ ચંચળ કહેવાય, ચલાયમાન કહેવાય. આ માને છે ને પાપી છું” એ બોલે છે, એ મિકેનિકલ આત્મા છે. ચંચળ વિભાગનો જે સંસાર ચલાવે છે, સંસારમાં જ રચ્યા-પચ્યો રહે છે, એવો આત્મા એ બધું મિકેનિકલ ચેતન છે. એને પોતાને ના ચલાવવું હોય તોય મશીનરી ચાલુ રહે. આ મિકેનિકલ આત્મા વિજ્ઞાનથી ઊભો થયેલો છે. આત્મા અચળ, પોતે અચળ અને “હું ચંદુ' તે સરળ પ્રશ્નકર્તા: સચરાચર સૃષ્ટિમાં માણસનું મૂલ્ય શું? દાદાશ્રી : અહીં આવ્યો ને એને એનું ભાન થાય તો મૂલ્ય, નહીં તો કશું જ નહીં. અહીં આવ્યો પછી માર્ગ મળ્યો ને અક્રિય માર્ગ પામે તો મોક્ષ થાય. સચર તો તમારી બાહ્ય લિમિટ (સીમા) છે, બાહ્યભાવની લિમિટ છે. એ તમારી રોંગ બિલીફથી ઊભું થયું છે. પ્રશ્નકર્તા અને એમાં આપણે રાચી રહીએ છીએ. દાદાશ્રી : એ ચંચળમાં પોતે તન્મયાકાર થાય છે, તેથી સ્પંદન થાય પ્રશ્નકર્તા: ચંચળ અને તન્મયાકાર થનાર વ્યક્તિ વિશેષ બે જુદા છે ? દાદાશ્રી : તન્મયાકાર થનાર છે એ મૂળ સ્વરૂપે અચળ છે. એ અચળ છે સ્વભાવનો અને આ ચંચળ, સચર છે. એટલે આ ચંદુભાઈ સચર છે, તમે પોતે અચળ છો મૂળ સ્વરૂપે અને આ વચ્ચે જે એ કરે છે ને, તે તમારી રોંગ બિલીફ, ઈગોઈઝમ છે. માત્ર એટલું ભાન થાય કે અચળ ભાગમાં આત્મા છે તો દેહાભિમાનનો છાંટોય ના રહે, સર્વસંગ પરિત્યાગ બનાય. ચંદુભાઈ (નામધારી, દેહધારી) સચળ અને “તમે અચળ છો. હવે સચળની માન્યતા તમારી છે ત્યાં સુધી તમે છે તે ગાફેલ રહો છો અને અચળની માન્યતા, તમારી બિલીફ બદલાય તો તમે એક્ઝક્ટ જગ્યાએ