SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ 188 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) ચકલી પેલા અરીસામાં ચાંચો મારે એના જેવી ભ્રમણા ઉત્પન્ન થઈ છે આ. બાકી મૂળ આત્મા તો શુદ્ધ જ છે નિરંતર. પડછાયાને પકડે છે લોકો. ખરા આત્માને પકડને તો કલ્યાણ થઈ જાય ! એટલે આપણું સ્વરૂપ કેવું કહેવાય છે ? સચરાચર કહેવાય છે. સચર એ પડછાયો છે ને અચળ એ આત્મા છે. અને ક્રિયામાં આત્મા નથી. જગત જેને આત્મા માને છે ત્યાં આત્મા નથી. પ્રશ્નકર્તા : દાદા, એ જરા સ્પષ્ટ કરોને. દાદાશ્રી : એટલે આ જે પડછાયો દેખાય છે તે મિકેનિકલ આત્મા છે. તે ખોરાક નાખો તો રહે, નહીં તો ઊડી જાય. અને ખરા આત્માને તો કશું જોઈએ જ નહીં, કશું થાય જ નહીં, સનાતન ચીજ છે. અને આ મિકેનિકલ છે એડજસ્ટમેન્ટ. દસ-પંદર દહાડા ખાવાનું ના નાખે, પાણી ના નાખે તો ભઈ હેંડ્યા. અરે ! બે કલાક નાકોરું દબાવી રાખેને તો ભઈ ચાલ્યા. એટલે એને આત્મા માને છે આપણા લોકો. આત્મા જાય નહીં, મરે નહીં. સનાતન વસ્તુ હોય તેને કશું થાય નહીં. પણ આ દેખાય છે તે આત્મા નથી, આત્મા અંદર છે અને આ સચર ભાગ, ચંચળ ભાગ એ આત્મા નથી. એ આત્માનો પડછાયો છે અને આત્મા તો દરઅસલ આત્મા છે, અચર છે. એમાં કંઈ ચેન્જ જ નથી થતો. આત્માનો ચેન્જ કરવો હોય તોય ના થાય, એ ચેન્જલસ છે. અચળ આત્મા અક્રિય, સચળ આત્મા સક્રિય આત્મા બે પ્રકારના છે; એક અકર્તા આત્મા, અક્રિય આત્મા છે અને બીજો સક્રિય આત્મા છે. સક્રિય આત્મા મિકેનિકલ આત્મા છે. મૂળ આત્માના પ્રભાવથી આ મિકેનિકલ આત્મા ચાલુ રહ્યો છે. પોતે કંઈ કર્તા નથી આત્મા. સહેજ પણ કર્યું નથી. કરવાનો ગુણ જ નથી એનામાં. અક્રિય સ્વભાવનો જ છે. અને આ વ્યવહારિક આત્મા છે એ મિકેનિકલ છે અને મિકેનિકલ આત્મામાં અહંકાર છે. અહંકાર સચળને સર્વે પ્રકારે ના જાણે. આત્મા પોતે અચળ છે, તે સચળને સર્વે પ્રકારે જાણે છે.
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy