________________ [8] ચળ-અચળ-સચરાચર ન એક્લો સચળ, ન એકલો અચળ પણ સચરાચર પ્રશ્નકર્તા: આ શરીરમાં પાંચ તત્ત્વ, પચ્ચીસ પ્રકૃતિ, ત્રણ ગુણ, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર આ બધાના નામ-ગુણ-દશા છે, તો તેમાં આત્મા કહેવો કોને ? દાદાશ્રી : આમાં આત્મા છે જ નહીં. આ પાંચ તત્ત્વ, પચ્ચીસ પ્રકૃતિ, ત્રણ ગુણ, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર આ બધામાં આત્મા જે છે એ સચળ આત્મા છે અને મૂળ આત્મા અચળ છે, સચરાચર આત્મા છે. પ્રશ્નકર્તા: સચરાચર એટલે સર્વવ્યાપી એવો અર્થ થાય ? દાદાશ્રી : ના, સર્વવ્યાપી નહીં. એ સચળ અને અચળ બન્ને સાથે દરેક દેહધારીની અંદર રહેલા છે. એટલે આ શરીરમાં આત્માના બે વિભાગ છે; એક પરમેનન્ટ આત્મા અને એક ટેમ્પરરી આત્મા, પરમેનન્ટ આત્મા છે એને અચળ કહે છે અને ટેમ્પરરી આત્મા છે એને સચળ કહે છે. સચળ એ વ્યવહાર આત્મા છે અને અચળ એ નિશ્ચય આત્મા છે. લોકોનો માનેલો આત્મા સચળ છે અને ભગવાનનો માનેલો આત્મા અચળ છે. આ જે બહાર દેખાતો આત્મા તે સચળ છે. બહારના ભાગને સચર કહેવામાં આવે છે અને જે તદ્દન જુદો છે એને અચળ કહેવામાં આવે છે. આ બે ભાગ, આ સચરાચરથી આ જગત ચાલી રહ્યું છે. બે આત્મા વગર દુનિયા ચાલે નહીં. કોઈ જીવ સચળ એકલો ન હોય કે કોઈ જીવ અચળ એકલો ન હોય, એટલે રિલેટિવ ને રિયલ. સચળ એ રિલેટિવ