________________ 179 (7) મડદું તીર્થકરોએ ખુલ્લું ના કર્યું કે જીવમાં ચેતન નથી. એ ખુલ્લું કરાય નહીં. જોખમ છે મોટું. પ્રાઈવેટલિ (ખાનગીમાં) ખુલ્લું કરાય, નહીં તો લોક ગમે તેમ મારી નાખે લોકોને મારવામાં પછી ભો લાગે જ નહીં, દુરુપયોગ જ કરેને ! એટલે તીર્થકરો પણ ના કહે. એટલા સારુ “જીવતું નથી” એ અમે હોતા કહેતા અત્યાર સુધી. અત્યાર સુધી એમ કહેતા'તા આ રેકર્ડ છે. ખરેખર રેકર્ડય છે ને જીવતુંયે નથી. નિશ્ચેતન ચેતન અમે કહ્યું છે ને ! મિકેનિકલ છે આત્મા. આ સાચી વસ્તુ જ નથી. હવે આ તો પહેલી વખત જ આપણે બોલ્યા. એટલે જગતમાં આ વાત કોઈ જાણે નહીં. આ મડદું છે, એવું ના જાણે. એટલે વાતેય ના કરીએ અમે. આવું કોઈ દહાડો બહાર પડેલું નહીંને ! આ જે અમે વાત બોલીએ છીએને, એ બહાર જ નહીં પડેલી વાત. તદન નવી વાત ! અરે ! આ જગતના કોઈ પણ માણસને લક્ષમાં નથી. તેથી આ અક્રમ વિજ્ઞાન કહેવાય !