________________ (7) મડદું 171 પ્રશ્નકર્તા: રસ ઊડી ગયો હોય ને ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : એમાં જો રસ દેખાતો હોય તો ચાર્જ કહેવાય ? દાદાશ્રી : ના, રસ દેખાય તેય ડિસ્ચાર્જમાં અને રસ ના દેખાય તેય ડિસ્ચાર્જમાં જાય છે. કેરી ભાવે છે તેય ડિસ્ચાર્જમાં અને નથી ભાવતી તેય ડિસ્ચાર્જમાં. ગળ્યું ખાય છે ને ગળ્યું છોડી દે છે તેય બેઉ ડિસ્ચાર્જ છે. આ ડિસ્ચાર્જ જો સમજેને તે બહુ થઈ ગયું. એક જણ મને કહે છે, મહીં કંઈ ઘડભાંજ થયા કરે છે. મેં કહ્યું, મહીં કંઈ ઘડભાંજ શામાં થાય છે ? ચાર્જમાં થાય છે કે ડિસ્ચાર્જમાં ? જો ચાર્જ રહ્યું નથી, ડિસ્ચાર્જ રહ્યું છે. ડિસ્ચાર્જમાં થાય છે ને તારે શું લેવાદેવા? તારે જોયા કરવાનું. તમારા સેલ કેવી રીતે વપરાય છે, એ જોયા કરવાનું. આ બીજી ભાંજગડ ક્યાં રહી આમાં તે ? આ વિજ્ઞાન જ જુદી પ્રકારનું છે ! આ પેલું (ક્રમિક માર્ગ એ) વિજ્ઞાન ન હોય. નહીં તો મડદું કહેવાય જ નહીં. મડદું કહેવું એ તો ભયંકર ગુનો છે, પણ આ ડિસ્ચાર્જ, મડદું કહેવાય. એટલે મડદું શા માટે કહેવું પડે છે કે ભઈ, હવે શા હારુ એમાં હાથ ઘાલો છો ? તેથી તો હું કહું છું કે નિકાલ કરો. મડદું ના હોય તો નિકાલ કરવાનું કોઈ કહે કે સમભાવે નિકાલ કરો ? આ જો મડદું ના હોત તો હું તમને નિકાલ કરવાનું ના કહેત. આ ડિસ્ચાર્જને નિકાલ કરવાનું ના કહેત. જોવી અસરો મડદાની, તો તા રહે ડખો પ્રશ્નકર્તા: દાદા, એ બરોબર પણ કો'ક વખત હવે એવું થાય છે કે હવે શું રહ્યું છે ? શાને માટે આ જીવવાનું ? શું રહ્યું છે બાકી ? દાદાશ્રી: પણ જીવતાં જ છોને, પરમેનન્ટ જીવતા છો, પછી હવે જરૂર શું એમ બોલો છો ?