________________ 170 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) દાદાશ્રી : હા, એમને ચાર્જ ને ડિસ્ચાર્જ થયા કરે. ડિસ્ચાર્જ ભાગ મડદું અને ચાર્જ ભાગ એ ચેતન, તેય મિશ્ર ચેતન. પેલું મિશ્ર ચેતન અને આ છે તે નિશ્ચેતન ચેતન મડદામાં. જગતના લોકોને એક બાજુ નિશ્ચેતન ચેતન છે, તે મડદું જ છે. પણ હવે એમને મહીં એનું ચાર્જ કરનારું મિશ્ર ચેતન તે જોડે જ છે. એટલે પછી એમને ચાર્જ થાય અને આપણે આ (જ્ઞાન પછી) ચાર્જ ના થાય. ડિસ્ચાર્જ થયું મડદું, ન રહી ભાંજગડ પ્રશ્નકર્તા: આપ જ્ઞાન આપો છો ત્યાર પછી તો ડિસ્ચાર્જ જ રહે છે, પછી ચાર્જ થતું જ નથી, તો આ ખરેખર મડદું જ છે ? બીજું કંઈ જ નહીં હવે ? દાદાશ્રી: મડદું જ છે. હવે આમ તમે ડિસ્ચાર્જ સ્વરૂપને ને મડદાંને, બન્નેને સરખું ના સમજો પણ કોઈ પણ વસ્તુનું ડિસ્ચાર્જ એટલે મડદું. જેમાં ચાર્જ હવે (જ્ઞાન પછી) થવાનું નથી અને પોતાની મેળે ડિસ્ચાર્જ જ થયા કરે છે, એ મડદું કહેવાય. ડિસ્ચાર્જ થવાની શરૂઆત થઈ, એને આપણે મડદું જ કહીએ છીએ. તે આપણો આ ડિસ્ચાર્જ ભાગ રહ્યોને એ બધું જ મડદું છે. જેમાં ચાર્જ ને ડિસ્ચાર્જ બન્ને સાથે હોય ત્યારે ચેતન (મિશ્ર ચેતન) કહેવાય. પ્રશ્નકર્તાઃ હવે આપણામાં જે ડિસ્ચાર્જ ક્રિયાઓ હોય, એમાં કોઈ ને કોઈ સૂક્ષ્મ, સૂક્ષ્મતર રસ અને આનંદ રહેલા છે ને જીવનમાં ? દાદાશ્રી : કશુંય રહ્યું નહીં. બધું જ મડદું છે આ, ડિસ્ચાર્જ જ છે. જેમ બૅટરી હોયને, તે સેલ તો લાવ્યા એટલે ડિસ્ચાર્જ થવા માટે જ લાવીએ છીએ આપણે. રિચાર્જ થવા માટે નહીં પણ ડિસ્ચાર્જ થવા માટે છે. પ્રશ્નકર્તા : આપણે જે ડિસ્ચાર્જ ક્રિયાઓ હોય એમાં રસ ના હોયને? દાદાશ્રી : ડિસ્ચાર્જ માનીએ તો ઊડી ગયું બધું.