________________ 136 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) પ્રશ્નકર્તા: એટલે આ નિચેતન ચેતન ઉપર માલિકીભાવ થયો એ મિશ્ર ચેતન થયુંને ? દાદાશ્રી : માલિકીભાવ એટલે થઈ રહ્યું પછી. એ પછી સંસાર ઊભો થઈ ગયો. માલિકીભાવ હોય તો જીવતો, માલિકીભાવ ના હોય તો મડદું, પ્રશ્નકર્તા: એટલે માલિકીભાવ ના હોય તો ક્રોધ-માન-માયા-લોભ એ પણ બધું નિચેતન ચેતન થઈ ગયુંને ? દાદાશ્રી : હા, એ તો (જ્ઞાન થયા પછી) મડદામાં જ ગયું વળી. એ નિશ્ચેતન ચેતન જ છે ને ! પછી તારે જાણવું છે શું ? પ્રશ્નકર્તા H ના, એટલે આ મન-વચન-કાયા અને એ બધું, એને નિશ્ચેતન ચેતન કહ્યું ? દાદાશ્રી : બધું મડદું. પ્રશ્નકર્તા : હા, મડદું કહ્યું, તો પછી જે મિશ્ર ચેતન અને બીજું નિશ્ચેતન ચેતન, તો બન્નેમાં ફરક શું? દાદાશ્રી : એ ઊગતું છે ને આ આથમતું છે. સૂર્યનારાયણ ઊગતો દેખાય અને આથમતો દેખાય, એ બેમાં સરખો જ દેખાય છે ને ! પ્રશ્નકર્તા એટલે મિશ્ર ચેતનમાંથી ઉત્પન્ન થઈને પછી નિચેતન ચેતનમાં પરિણામ પામે, એવું જ ? મિશ્ર ચેતનમાંથી ઊભું થાય છે બધું? દાદાશ્રી : મિશ્ર ચેતનમાંથી આ નિશ્ચેતન ચેતન ઊભું થાય પછી. પ્રશ્નકર્તા અને પછી એ ત્યાં નિર્જરા થઈ જાય છે? દાદાશ્રી : મિશ્ર ચેતનમાંથી એકલામાં નહીં, મિશ્ર ચેતન અને નિશ્ચેતન ચેતન બે ભેગું થઈને થાય છે (જ્ઞાન ના લીધું હોય તેને). પ્રશ્નકર્તા: નિર્જરા, બેની ભેગું થઈને પછી નિર્જરા થાય છે ! દાદાશ્રી : આ જગતના લોકોને.