________________ (4) મિશ્ર ચેતન 135 પુદ્ગલના માલિકી ભાવથી થાય ચાર્જ પ્રશ્નકર્તા: આ મિશ્ર ચેતન એ પોતે ચાર્જ છે કે મિશ્ર ચેતનમાંથી ચાર્જ થાય છે ? દાદાશ્રી : મિશ્ર ચેતન થયું તેથી.... પ્રશ્નકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભ ઊભા થયા, એમાંથી પછી ચાર્જ થાય છે ને આખું ? દાદાશ્રી : હા, એમાંથી, બીજા શેમાંથી ? પ્રશ્નકર્તા : એટલે એ પોતે ચાર્જ સ્વરૂપ નથી ? દાદાશ્રી : ના. એમાં કર્તા થાય તો થાય, કર્તા ના થાય તો ઊડી જાય. એમને એમ સૂકાઈ જાય બધું. પ્રશ્નકર્તા: આમ તો આ ક્રોધ-માન-માયા-લોભ એને પર પરિણામ કહ્યા છે ને ? દાદાશ્રી : એ તો આમાં, મડદામાં પરિણામ. પ્રશ્નકર્તા : એ ક્રોધ-માન-માયા-લોભ જે મડદામાં છે, એનો પણ કર્તાભાવ પોતાને થાય, તો ચાર્જ થાય ? દાદાશ્રી : એનો માલિક થાય. પ્રશ્નકર્તા એનો માલિક થાય તો ચાર્જ થાય ? દાદાશ્રી : “મને થાય છે એમ કહ્યું એટલે વળગ્યું. પ્રશ્નકર્તા H અહંકારીનો એ માલિકીભાવ ? દાદાશ્રી : અહંકારીનો, જે “હું છે ને તેનો. પ્રશ્નકર્તા: “હુંનો માલિકીભાવ છે ? દાદાશ્રી : હું અવળી જગ્યાએ બેસે એટલે પુગલનો માલિકીભાવ થાય અને હું સવળી જગ્યાએ બેસે તો પોતાના ગુણોનો માલિકીભાવ થાય.