________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
હવે પાવર ચેતન એને પ્રકૃતિ કહેવાય છે. તે પ્રકૃતિ કોઝીઝ એન્ડ ઈફેક્ટ કર્યા કરે છે.
८०
પ્રશ્નકર્તા : આ પ્રકૃતિમાં પાવર ચેતન જ છે તો બિલકુલ જડ વિભાગ નથી એમાં ?
દાદાશ્રી : ખરેખર તો પ્રકૃતિ જડ જ છે ને એ જડ ઉપર પાવર પેસી ગયેલો છે.
આ એકલું જડ તો કહી દઈએ, પણ એકલું જડ તો કશું કરતું નથી પણ આમાં પાવર ચેતન ભરેલું છે. આ (મન-વચન-કાયાની) ત્રણ બૅટરીઓનું પછી ડિસ્ચાર્જ થયા કરે નિરંતર. પાવર ભરેલી બૅટરીઓનું ડિસ્ચાર્જ થાય, એને ઈફેક્ટ કહીએ છીએ.
મહીં પ્યાલામાં બરફ હોય ને અહીં પ્યાલો મૂકીએ, તો બહાર પાણી ક્યાંથી ભેગું થઈ જાય છે ? એના ઉપર રેલા થાય છે. બહાર પાણીના ટીપાં ક્યાંથી ભેગા થયા ? આ મહીં બરફવાળો પ્યાલો છે. જે હવા અડી એને, તે મોઈશ્ચર (ભેજ) હતું, તેનું પાણી થઈ ગયું. અને તે આપણને આમ સીધી રીતે દેખાય નહીં, બુદ્ધિથી સમજાય. આપણા લોકો સમજાવે કે આવું આવું થઈ ગયું એટલે સમજણ પડે એને, પણ આ તત્ત્વોમાં ના સમજણ પડે. આ અહીં આવું થઈ ગયું છે, એ શી રીતે થાય એવું લાગે ?
આ પાણીના રેલા જેમ વિજ્ઞાનથી થાય છે, એવું આ પ્રકૃતિ વિજ્ઞાનથી થઈ છે. લોકો જાણે છે એ પ્રકૃતિનો અર્થ નથી. પ્રકૃતિ તો ઊભી થઈ ગયેલી છે. આ તો લોકો ‘ભગવાને રચી’ એવું કહે. ‘ભગવાને લીલા કરી’ કહે. જડ કરે નહીં કશું, પાવર ચેતત કરે બધુંય
પ્રશ્નકર્તા : ચૈતન્ય અને પાવર ચેતન અને જડ એમાં શું વિશિષ્ટતા સમજાવીએ છીએ ?
દાદાશ્રી : એમાં ચૈતન્ય છે તે દરઅસલ ચૈતન્ય, ‘મૂળ આત્મા’ અને પાવર જડમાં ભરે એ છે તે પાવર ચેતન (હું ચંદુ). પછી એ પાવર ભર્યો એટલે પાવરવાળું કૂદાકૂદ કરે ને બધુંય કરે.