________________
(૩.૧) પાવર ચેતનનું સ્વરૂપ
કારણ કે મિશ્રચેતન લોકોને સમજાતું નથી, એટલે આપણે પાવર ચેતન કહ્યું. એનો શો ભાવાર્થ ? કે ભઈ, ચેતનની હાજરીમાં, એની સ્પર્શનાથી પુદ્ગલ પણ પાવર ચેતન થાય છે.
૭૯
પુદ્ગલ ત ચોખ્ખું જડ કે ચેતત, પણ પાવર ચેતત
તો
પ્રશ્નકર્તા ઃ આ પુદ્ગલ ને આત્મામાં તો જે ભિન્નતા છે, એકમાં જડતા છે ને બીજામાં ચૈતન્ય છે ?
દાદાશ્રી : ના. બન્નેયમાં ચૈતન્ય છે.
પ્રશ્નકર્તા ઃ બન્નેમાં જો ચૈતન્ય હોય, જડમાંય જો ચૈતન્ય હોય અને આત્મામાંય ચૈતન્ય હોય તો પછી ભેદ ક્યાં રહ્યો ?
દાદાશ્રી : આ જે જડમાં ચૈતન્ય છેને, તે પાવર ચૈતન્ય છે. પાવર ચૈતન્ય એટલે જેમ બૅટરીના સેલ ભરેલા હોય પાવરથી તો લાઈટ આપે
પણ પાવર ખલાસ થાય તો ? પણ મૂળ ચૈતન્ય તો પેલું જ અને આ પાવર
ચૈતન્ય.
જેમ બૅટરીના સેલમાં પાવર ભરાય છે, અને પાવર ભરનારું જે મશીન છે એ તો તેમ ને તેમ જ રહી ગયું પણ આ ભરેલું અહીંયા આવી પડ્યું હવે. એવી રીતે આત્માની હાજરીથી પાવર ભરાય છે. તે આ પાવર પછી ફળ આપે છે.
આત્મા સિવાય બીજું બધુંય પુદ્ગલ. હવે એ તો બિચારા એમ જ જાણે પુદ્ગલ એટલે જડ. ન્હોય મૂઆ જડ, આ આત્માનો જે પાવર છે એ પુદ્ગલમાં ભરાયો અને પુદ્ગલ પાવરવાળું થયું.
પ્રશ્નકર્તા : એટલે પુદ્ગલ ચેતનવંતુ થયું ?
દાદાશ્રી : ચેતન પુદ્ગલમાં છે જ નહીં. આવી સમાજમાં ભ્રાંતિ હશે, તે કેવળજ્ઞાની સિવાય કોઈ કાઢે નહીં. ચેતન પુદ્ગલની મહીં રહી શકે જ નહીં. આ તો પાવર ચેતન છે. પાવર ચેતન એટલે આ ચેતનની હાજરીમાં આ પુદ્ગલ ક્રિયાકારી થાય છે.