________________
દાદાશ્રી : ત્યાં ના જવું હોય તો જવું જ એવું ફરજિયાત નથી. આપણે જવું હોય તો જવાનું અને ના જવું હોય તો ના જવું. એમને દુઃખ ના થાય એટલા માટે ય જવું જોઈએ. આપણે વિનય રાખવો જોઈએ. અહીં આગળ “જ્ઞાન” લેતી વખતે મને કો'ક પૂછે કે, “હવે હું ગુરુ છોડી દઉં?” ત્યારે હું કહું કે “ના છોડીશ અલ્યા. એ ગુરુના પ્રતાપે તો અહીં સુધી આવ્યો છે.” સંસારનું જ્ઞાનેય ગુરુ વગર થાય નહીં અને મોક્ષનું જ્ઞાનેય ગુરુ વગર થાય નહી. વ્યવહારના ગુરુ વ્યવહાર માટે છે અને જ્ઞાની પુરુષ નિશ્ચયને માટે છે. વ્યવહાર રિલેટિવ છે અને નિશ્ચય રિયલ છે. રિલેટિવ માટે ગુરુ જોઈએ અને રિયલ માટે જ્ઞાની પુરુષ જોઈએ.
પ્રશ્નકર્તા એવું પણ કહે છેને કે ગુરુ વગર જ્ઞાન કેવી રીતે મળે?
દાદાશ્રી : ગુરુ તો રસ્તો દેખાડે, માર્ગ દેખાડે ને “જ્ઞાની પુરુષ” જ્ઞાન આપે. “જ્ઞાની પુરુષ' એટલે જેને જાણવાનું કશું બાકી નથી, પોતે તસ્વરૂપમાં બેઠા છે. એટલે “જ્ઞાની પુરુષ' બધું તમને આપે અને ગુરુ તો સંસારમાં તમને રસ્તો દેખાડે, એમના કહ્યા પ્રમાણે કરીએ તો સંસારમાં સુખી થઈએ. આધિ, વ્યાધિ ને ઉપાધિમાં સમાધિ અપાવે તે જ્ઞાની પુરુષ'.
પ્રશ્નકર્તા: જ્ઞાન ગુરુથી મળે, પણ જે ગુરુએ પોતે આત્મસાક્ષાત્કાર કર્યો હોય તેના હસ્તક જ જ્ઞાન મળે ને ?
દાદાશ્રી એ “જ્ઞાની પુરુષ' હોવા જોઈએ અને પાછું એકલો આત્મ સાક્ષાત્કાર કરાવ્યું કશું વળે એવું નથી. “જ્ઞાની પુરુષ' તો “આ જગત કેવી રીતે ચાલે છે ? પોતે કોણ છે ? આ કોણ છે ?” એવા બધા ફોડ આપે
ત્યારે કામ પૂરું થાય એવું છે. બાકી, પુસ્તકોની પાછળ પડ પડ કરીએ, પણ પુસ્તકો તો “હેલ્પર’ છે. એ મુખ્ય વસ્તુ નથી. એ સાધારણ કારણો છે, એ અસાધારણ કારણો નથી. અસાધારણ કારણ કયું છે ? “જ્ઞાની પુરુષ'!