________________ 48 ] નમસ્કાર અર્થે સંગતિ (15) અનેક સિદ્દો-એક સમયે અનેક મેક્ષે ગયેલા. પ્રશ્ન : તીર્થસિદ્ધો અને અતીર્થસિદ્ધો એ બે ભેદમાં જ બાકીના ભેદનો સમાવેશ થાય છે, તે બીજા ભેદનું નિરૂપણ શા માટે ? ઉત્તર: તીર્થસિદ્ધો અને અતીર્થ સિદ્ધ એ બે ભેદમાં બાકીના બધાને સમાવેશ થાય છે. પરંતુ તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ કહેવાથી બાકીના ભેદોનું જ્ઞાન થાય નહિ અને વિશેષ ભેદનું પરિજ્ઞાન થવા માટે જ શાસ્ત્રને પ્રયત્ન છે, તેથી બીજા ભેદોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રશ્ન : સંન્યાસી વગેરેના વેશમાં રહેલાઓ પણ સિદ્ધ થાય છે? ઉત્તરઃ હા. જે કઈ કર્મનો ક્ષય કરે તે સિદ્ધ થાય છે તે, માટે શ્રી હરિભદ્રસૂરિજીએ સંબોધ-પ્રકરણની આદિમાં કહ્યું છે કે सेयंवरो य आसंवरो य, बुद्धो य अहव अण्णो वा। समभाव भाविअप्पा, लहइ मुक्खं न संदेहो // 3 // વેતામ્બર હો કે દિગમ્બર હો, બદ્ધ છે કે અન્ય કઈ પણ , જેને આત્મા સમભાવથી ભાવિત છે, તે મોક્ષ પામે છે તેમાં સંદેહ નથી. પ્રશ્ન: સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જ કઈ ને કઈ કાલે તે કર્મક્ષય કરીને સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરતા જ હશે ને? ઉત્તર : સંસારમાં પરિભ્રમણ કરી રહેલા લાવ્યા છે કાલાંતરે કર્મક્ષ કરીને સિદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે, પણ જાતિભવ્ય તથા અભવ્ય છે કેઈપણ કાલે તેમ કરવાને સમર્થ થતા નથી. પ્રશ્ન : અમુક જેવો ભવ્ય કેમ અને અમુક છે જાતિભવ્ય તથા અભવ્ય કેમ? ઉત્તર : કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જેને ઉત્તર યુક્તિથી આપી શકાય અને કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જેને ઉત્તર આગમથી જ આપી શકાય. શાસ્ત્રમાં કહ્યું છે કે जो हेउवायपक्खम्मि हेउओ आगमम्मि आगमिओ। सो समयपन्नवओ सिद्धंत विराहगो अन्नो // જે વસ્તુ આગમથી સમજાય તેવી હોય તે આગમથી સમજે અને સમજાવે અને દલીલેથી સમજાય તેવી હોય તે દલીલથી સમજે અને સમજાવે. તે શાસ્ત્રનો વાસ્તવિક પ્રરૂપક છે અને તેનાથી ભિન્ન એટલે જુદી રીતે વર્તનાર શાસ્ત્રને વિરોધી છે. તાત્પર્ય કે સર્વજ્ઞ ભગવંતે પોતાના જ્ઞાનથી આ પ્રકારની સ્થિતિ જોઈ છે અને તે આગમમાં દર્શાવેલી છે. તેથી આગમવાદના વિષયમાં હેતુવાદ અથવા યુક્તિને સ્થાન નથી. પ્રશ્ન : સિદ્ધના છે કયાં રહેતા હશે ? ઉત્તર : સિદ્ધના જે લેકના અગ્રભાગે રહે છે. પ્રશ્ન : સિદ્ધના છે ત્યાં કેવી રીતે પહોંચ્યા હશે? ઉત્તર : જીવની સ્વાભાવિક ગતિ ઊર્ધ્વ છે, એટલે તે સકલ કર્મથી મુક્ત થાય છે ત્યારે સીધી ઊર્ધ્વ ગતિ કરે છે અને ઉપર જણાવ્યું તેમ લોકના અગ્રભાગે ફક્ત એક જ સમયમાં પહોંચે છે.