________________ [ 21 પ્રકરણ બીજું अट्टविहंपि य कम्म, अरिभूयं होइ सञ्चजीवाणं / ते कम्ममरिहंता, अरिहंता तेण वुचंति // 920 // (અપ્રશસ્ત ભાવમાં વર્તતી) ઇંદ્રિય, કામગની ઈચ્છા, (કધ, માન, માયા, લાભ આદિ) કષાયે, (બાવીશ પ્રકારના) પરીષહ. (શારીરિક અને માનસિક દુઃખના અનુભવરૂપ) વેદનાઓ તથા (મનુષ્ય, તિર્યંચ અને દેવએ કરેલા) ઉપસર્ગો એ (અંતરંગ અથવા ભાવ) અરિ (શત્રુ) છે. આ અરિઓને હણનારા અરિહંત કહેવાય છે.” આઠ પ્રકારનાં કર્મો જ સર્વ જીવોને અરિભૂત છે.) આ કર્મરૂપ અરિએને નાશ કરનારા હેવાથી તેઓ અરિહંત કહેવાય છે.” અર્દિત પદને છઠ્ઠીના બહુવચનને પ્રત્યય લાગી રહૃતાળ પદ બનેલું છે. અહીં છઠ્ઠીના બહુવચનનો પ્રત્યય લાગવાનું કારણ શું? એને ઉત્તર એ છે કે અર્ધમાગધી ભાષાના નિયમ પ્રમાણે નમો અવ્યયના વેગમાં આવેલું પદ છઠ્ઠી વિભક્તિમાં હોવું જોઈએ અને નમસ્કાર એક અરિહંતને નહિ પણ અનેક અરિહંતને કરવાનું છે, એટલે તેને છઠ્ઠીના બહુવચનને પ્રત્યય લગાડેલ છે. સંસ્કૃત ભાષામાં રમન અવ્યયના યુગમાં આવેલું પદ ચતુર્થ વિભક્તિમાં હોવું જોઈએ. એ નિયમ છે, તેથી સદંતાળ પદને સંસ્કૃત અનુવાદ “અ " કરેલ છે. ગુજરાતી ભાષામાં અરિહંત શબ્દ તત્સમ છે. અને “નમસ્કાર " એ બે પદના ગમાં આવેલો છે. તેથી તેને દ્વિતીયાના બહુવચનને પ્રત્યય લગાડી “અરિહંતને” એ. અનુવાદ કરવામાં આવ્યું છે. सिद्धाणं “દંતાળ” પદની જેમ “સિલ્તાન' પદ છઠ્ઠીને બહુવચનમાં આવેલું છે. તેમાં મૂળ શબ્દ સિદ્ધ છે. આ શબ્દ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં. તત્સમ હોવાથી અનુવાદમાં અનુક્રમે “સMઃ” અને “સિદ્ધોને એ પદ મૂકવામાં આવ્યાં છે. સિદ્ધ' શબ્દથી શું સમજવું? એ પ્રશ્નોને ઉત્તર શ્રી જિનભદ્રગણિ ક્ષમાક્ષમણે વિશેષાવશ્યક-ભાષ્યમાં આ પ્રમાણે આપે છે : “સિદ્ધો વો રિશ્નો ના 2 વોલ વિવો " અર્થાત્ જે પિતાના ગુણ વડે નિષ્પન્ન હોય તે તે સિદ્ધ કહેવાય. તેને વિકલ્પ કે વ્યવહાર ચંદ પ્રકારે થાય છે. પાઠકેની જાણ માટે તે ચૌદ પ્રકારે અહિં રજૂ કરવામાં આવે છે: (1) કેઈનું નામ સિદ્ધ હોય તેને નામસિદ્ધ કહેવાય.