________________ 114 ] નમસ્કાર અર્થસંગતિ ' (19) વિરાગતા ? સંસારનું સ્વરૂપ સારી રીતે સમજી અને તેનાથી ભાવિત થઈ સંસારથી વિરક્ત રહેવું તે. વિર ગતા-વૈરાગ્ય કહેવાય, સાચા વૈરાગ્ય વિના સાધુ ધર્મનું પાલન સારી થઈ શકતું નથી. ' (ર૦) મનસમાહરણુતા : અકુશલ (અપવિત્ર) મનને નિગ્રહ કરે. આ ગુણનું બીજું નામ મને ગુપ્તિ છે. (21) વચનસમાહરણતા : અકુશલ વચનને નિગ્રહ તે વચનસમ હરણુતા છે. આ ગુણનું બીજું નામ વચનગુપ્તિ છે. (22) કાયસમાહરણુતા : અકુશલ કાયાને નિગ્રહ કરે. આ ગુણનું બીજું નામ કાયમુક્તિ છે. (23) જ્ઞાનસંપન્નતા : સમ્યજ્ઞાનથી વિભૂષિત હોય. - (24) દશનસંપન્નતા : સમ્યગુદર્શન-સમ્યકત્વથી વિભૂષિત હેય. (25) ચારિત્રસંપન્નતા : સમ્યફ ચારિત્રથી વિભૂષિત હોય. ' (26) વેદનાધિસહનતા : બાવીસ પ્રકારના પરીષહેને સારી રીતે સહન કરે. તે આ પ્રમાણે (1) ક્ષુધા પરિષહ : સુધા (ભૂખ)ની વેદના સહન કરે. (2) પિપાસા પરિષહ H તૃષાની વેદના સહન કર. (3) શીત પરિષહઠંડીની વેદના સહન કરે. (4) ઉષ્ણુ પરિષહ H તાપની વેદના સહન કરે. (5) દશપરિષહ ? મચ્છર વગેરેના દેશની પીડા સહન કરે. (6) અચેલ પરિષહ : વસ્ત્રની જીતા વગેરેને લીધે જે વેદના થાય તે સહન કરે. () અરતિ પરિષહઃ સંયમમાં વિચરતાં અરતિનાં કારણ બને, તેની વેદનાને સહન કરે. (8) સ્ત્રી પરિવહઃ સ્ત્રીના હાવભાવ વગેરે નજરે પડવા વગેરેથી જે વેદના થાય તે સહન કરે. શામાં કહ્યું છે કે पुप्फफलाणं च रसं सुराए मंसस्स महिलियाणं च / जाणता जे विरया ते दुकारकार र वंदे // જેઓ પુષ્પના, ફળના, મદિરાના, માંસના અને સ્ત્રીના રસને જાણવા છતાં તેમનાથી વિરગ્યા છે, તે દુષ્કર કાર્ય કરનારાઓને હું વંદુ છું.