________________ પ્રકરણ પાંચમું [a સિદ્ધોનું સ્વરૂપ આચારાંગસૂત્રના પાંચમા અધ્યયનમાં સિદ્ધોનું સ્વરૂપ આ રીતે જણાવ્યું છેઃ 'अच्चेइ जाईमरणस्स बट्टमग्मं विक्खायरए, सव्वे सरा नियटुंति, तका जत्थ न विज्जइ, मइ तत्थ न गाहिया, ओए अप्पइट्ठाणस्स खेयन्ने, से न दीहे, न हस्से, न बट्टे, न तंसे न चउरंसे, न परिमंडले न किण्हे न नीले न लोहिए न हालिद्दे न सुकिले न सुरभिगंधे न दुरभिगंधे न तित्ते न कडुए न कसाए न अंबिले न महुरे न कक्खडे न मउए न गरुए म लहुए न उण्हे न नि न लुक्खे ... न काऊ न रुहे न संगे न इत्थी न पुरिसे न अन्नहा परिन्ने सन्ने उवमा न विज्जए, अरूवी सत्ता, अपयस्स पयं नत्यि // ' જન્મ-મરણના કારણભૂત કમેને નાશ કરીને આત્મા મેક્ષમાં લીન થાય છે. આ અવસ્થાનું વર્ણન કરનારા સર્વ શબ્દો પાછા ફરે છે અર્થાત્ તેના સંપૂર્ણ સ્વરૂપનું વર્ણન કરી શક્તા નથી. ત્યાં કલ્પના જઈ શકતી નથી, ત્યાં બુદ્ધિ પહોંચી શક્તી નથી, ત્યાં સમગ્ર કર્મ રહિત આત્મા શરીર વગરને, સંસારમાં રહેલા સર્વ ની અવસ્થાને જાણનારો હોય છે. તે આત્મા આકારે લાંબે, ટૂંકો, ગોળાકાર, ત્રિકોણાકાર, ચતુષ્કોણકાર કે મંડલીકર હેતો નથી. વર્ણમાં કાળ, નીલે, લાલ, પીળે કે સફેદ હેતે નથી. ગંધમાં સુગધી કે દુધી હેતું નથી. સ્વાદમાં તીખું, કડ, તુર, ખારે કે મીઠે તે નથી. સ્પર્શમાં કર્કશ, કમળ, ભારે, હલકે, ઊને, ઠંડે, સ્નિગ્ધ કે લુખો હેતું નથી. સ્ત્રીરૂપે, પુરુષરૂપે કે નપુંસકરૂપે પણ હવે નથી. જ્ઞાતા અને પરિજ્ઞાતારૂપે હોય છે. તેને કોઈ ઉપમા નથી, તે અરૂપી છે. તેના સ્વરૂપને સંપૂર્ણ રીતે કહી શકે એવું કોઈ પદ (શબ્દ) નથી. આવશ્યક નિર્યુકિતમાં કહ્યું છે કે “સિદ્ધ ભગવતે શરીર રહિત, આત્મપ્રટેંશની ઘનતાવળા, સામાન્ય વિષયરૂપદર્શન અને વિશેષ વિષયરૂપ જ્ઞાનમાં ઉપગવાળા હોય છે.' વળી તેમાં જણાવ્યું છે કે જે અવ્યાબાધ સુખ મોક્ષમાં ગયેલા સિદ્ધોને હેય છે, તે સુખ મનુષ્ય તથા સર્વ દેવે પૈકી કેઈન હોતું નથી. જીવ વિચાર પ્રકરણમાં કહ્યું છે કે “સિદ્ધોને શરીર હેતું નથી, આયુષ્કર્મ હોતું નથી, પ્રાણ કે નિ હેતી નથી અને તેઓની સ્થિતિ જૈનાગમમાં સાદિ-અનંત અર્થાત્ જેની આદિ છે પણ અંત નથી તેવી બતાવી છે.” + સ્થિતિ ચાર પ્રકારની હોય છે : (1) સાદિ-સાંત-જેની આદિ અને અંત બને છે,