________________ પ્રકાશકીય નિવેદન જે નમસ્કાર મંત્રનો મહિમા અપાર અને અર્થ અનંત અને ઉદાર કહ્યો છે, તે નમસ્કાર મહામંત્રના વિષય ઉપર આગમ અને આગામેત્તર જૈન સાહિત્યમાં બે હજારથી વધુ વર્ષના કાળ દરમિયાન અનેક આચાર્ય ભગવંતે, મુનિવર્યો અને વિદ્વાનોએ મંત્રો, સ્ત, પ્રશસ્તિઓ વગેરે રચીને વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં વૈવિધ્યપૂર્ણ અનેક રચનાઓ મળી આવે છે. તેને સંગ્રહ અને સંપાદન કરીને નમસ્કાર મંત્રના વિષય ઉપર ગ્રંથમાળા તૈયાર કરવાનું કામ સદૂગત શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દેશીએ ઈ. સ. 1955 માં ઉપાડ્યું. એક વ્યવસ્થિત યેજના કરવામાં આવી અને પૂ. પં. શ્રી ધુરંધરવિજયજી ગણિવર, પૂજ્ય મુનિરાજ શ્રી અંબૂવિજયજી મહારાજ અને પૂજ્ય મુનિરાજ શ્રી તત્વાનંદવિજયજી મહારાજ એમ ત્રણનું સંશોધક મંડળ રચવામાં આવ્યું. જેમ જેમ કામ આગળ વધતું ગયું, તેમ તેમ તેને વ્યાપ વધતે ગયે. 25 સંસ્થાઓની સહાય મેળવવામાં આવી અને પંડિતેને મોકલીને કાશી, આરા, કલકત્તા, બીકાનેર, જ્યપુર, જોધપુર, સુરત, વડોદરા, અમદાવાદ, જામનગર, લીંબડી, પાટણ, પાલીતાણું, ડભોઈ રાધનપુર વગેરે સ્થળોએથી હસ્તપ્રતિઓમાંથી નકલે ઉતારીને કે ફેટો સ્ટેટ કેપીઓ કરીને પાઠ લેવામાં આવ્યા. અનેક મુનિ ના સહ મળેલા સહકારથી આ ભગીરથ કાર્ય થઈ શક્યું છે. તેના ઉપર સતત સાત વર્ષના દીર્ઘ પરિશ્રમ પછી “નમસ્કાર સ્વાધ્યાય” પ્રાકૃત વિભાગ અને સંસ્કૃત વિભાગ બહાર પાડવામાં આવ્યા. પપ૦ પાનાના પ્રાકૃત વિભાગમાં 45 સંદર્ભે–વિષયે આપવામાં આવ્યા છે તથા 350 પાનાના સંસ્કૃત વિભાગમાં 37 સંદર્ભો આપવામાં આવ્યા છે. તે પછીને આ પ્રસ્તુત ગ્રંથમાં 34 સંદર્ભો આપવામાં આવ્યા છે. આવી રીતે 1250 પાનામાં વહેંચાયેલું અને 116 સંદર્ભોવાળું એક જ્ઞાનચક (Encyclopaedia) અસ્તિત્વમાં આવે છે. આવા ઉત્તમ સમયે આ મહાન કાર્યના પ્રેરક સદૂગત શેઠશ્રી અમૃતલાલભાઈને અમે ખૂબ જ આદરપૂર્વક યાદ કર્યા વગર રહી શકતા નથી. પૂજ્ય મુનિરાજ શ્રતસ્વાનંદ વિજયજી મહારાજે તેમના વિષે જે આદરપૂર્વક લેખ લખે છે, તેના ઉપરથી તેમણે આ ગ્રંથમાળા પૂર્ણ કરવા માટે અને આરાધકેમાં નવકાર વિષેના શ્રદ્ધા અને જ્ઞાન વિસ્તૃત બને તે અર્થે નિષ્ઠાપૂર્વક આ કાર્ય પૂરું કરવા માટે પિતાની જાતને કેવી સમર્પિત કરી દીધી હતી તેને યત્કિંચિત્ ખ્યાલ આવશે. મહદંશે આ વિભાગનું કાર્ય તેઓએ પૂરું કર્યું હતું અને કેટલાક ફમાં છપાઈ ગયા હતા પણ વિધિને મંજુર નહીં હોય એટલે કામ અધુરૂં રહી ગયું. તેઓશ્રીના સ્વર્ગવાસ