________________ 66 ] નમસ્કાર અર્થસંગતિ સાધના - સર્વ—વિરતિ સામાયિકથી નવા કર્મ આવતાં અટકે છે પણ જે ક આત્માને લાગેલાં છે અને જેને લીધે આત્માની શકિતઓ પૂર્ણરૂપે પ્રકટ થઈ નથી, તેને ખેરવવા માટે તપશ્ચર્યાની જરૂર પડે છે, એટલે અરિહંતે બાહ્ય અને આભ્યન્તર તપશ્ચર્યાને આશ્રય લે છે. તેઓ પરીષદોને સહન કરે છે અને એક આસને લાંબે વખત ધ્યાનસ્થ રહે છે. વળી ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે કષાયોને ક્રમશઃ ક્ષણ કરતા જાય છે અને છેવટે શુકલ ધ્યાનના બીજા પાયાX પર આરૂઢ થાય છે. ત્યાં પહેલો દર્શન–મેહનીય અને ચારિત્ર-મોહનીય કમને ક્ષય કરે છે, તેથી તેમને અનંત (યથાખ્યાત) ચરિત્રની પ્રાપ્તિ થાય છે. પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મને શીઘ્ર ક્ષય કરે છે, તેથી અનંતજ્ઞાન (કેવલજ્ઞાન), અનંત દર્શન (કેવવદર્શન) અને અનંત વીર્યની પ્રાપ્તિ થાય છે. આ રીતે અનંત ચતુષ્ટયના સ્વામી બન્યા પછી કેટલીક એવી ઘટનાઓ બને છે કે જેને આપણે ચમત્કાર કહી શકીએ. શાસકારોએ તેને કર્મક્ષયથી ઉત્પન્ન થતા અગિયાર* અતિશય કા છે તે આ પ્રમાણે : (1) દેશના સમયે જન પ્રમાણભૂમિમાં અસંખ્ય દેવે, મનુષ્ય તથા તિબેચે સમાઈ જાય છે. (2) તેમની વાણી એક જન સુધી સંભળાય છે અને તે બધા પિતપોતાની ભાષામાં તે સમજી જાય છે. (3) તેમના મસ્તક પાછળ ભામંડળ જોવામાં આવે છે તે અરિહંતના શરીરમાંથી નીકળતાં અદ્દભૂત પ્રકાશનું સંવરણ કરે છે, અન્યથા મનુષ્યો તેમના શરીર સામું જોઈ શકે નહિ. (4-11) તેમના પગલાં થાય ત્યાંથી સવાસે જન જેટલા વિસ્તારમાં નવરાદિ રોગે થતાં નથી. (5) અરસપરસના વર શાંત થઈ જાય છે. (6) ઇતિ એટલે ધાન્ય વગેરેને હાનિ કરનાર ઉંદરે તીડે વગેરેને સમૂહ ન હોય. (7) મારી સામૂહિક મરણે થતાં નથી. (8) અતિવૃષ્ટિ અને અવૃષ્ટિ બંનેને અભાવ થાય છે. () દુર્મિક્ષ એટલે ભિક્ષાનો અભાવ અટકી જાય છે અને સાધુ–સંત વગેરેને જોઈતી ભિક્ષા પૂરતા પ્રમાણમાં મળી રહે છે. 4 શુકલ ધ્યાનના ચાર પાયા ગણાય છે, તે આ પ્રમાણે (1) પૃથકૃત્વ-વિતર્ક સવિચાર (2) (2) એકત્વ-વિતર્ક-નિર્વિચાર (3) સૂમક્રિયાપ્રતિપાતિ અને (4) વ્યુપત ક્રિયાનિવૃત્તિ. * વિસ્તૃત વર્ણન માટે જુઓ પ્રસ્તુત સંપાદક વિરચિત ગ્રંથઃ “દેવાધિદેવ ભગવાન મહાવીર.'