________________ 45 અર્થાતુ–માણસ ભલે પર્વતના શિખર પર ચડી જાય. કે સમુદ્ર ઓળઘીને પાતાલમાં જતો રહે, છતાં એના લલાટમાં વિધાતાએ લખેલા અક્ષરોની માળા ફળે છે, એની સામે મેટો રાજા પણ ફળતો નથી. વિધાતાએ લખેલા લેખને. મોટા રાજા મિથ્યા કરવા જાય તો તે ફળીભૂત થતા નથી. શક્તિસામગ્રી-સંપન્ન મેટા રાજાનું ય, કર્મની સામે ન ચાલે, તે મારું શું ચાલવાનું હતું ? કાંઈ નહિ, ઉદય આવેલ કર્મને ભોગવી જ લેવા દે.” કન્યા, એને બાપ, રાજા અને મહાજન બધા ય આદ્રકુમાર મુનિને તેમ કહી રહ્યા છે, અને તીવ્ર ભેગાવલિકર્મના ઉદયે પોતાની પૂર્વની મક્કમતામાંથી મહાત્મા જરાક ઢીલા પડ્યા છે, તેથી એમણે બધાની પ્રાર્થના સ્વીકારી લીધી, અને સૌએ આદ્રકુમારનો જયજયકાર બેલાવી દીધો. પછી તો શ્રીમતીના બાપે મેટી ધામધુમથી આદ્રકુમાર, સાથે શ્રીમતીનું પુરોહિત પાસે પાણિગ્રહણ કરાવ્યું. પૂછ.. વાનું મન થશે,- પ્રએવા વિશુદ્ધ ચારિત્ર પાળનારા, અને તે ય. જાતિસ્મરણ જ્ઞાનથી પોતાને પૂર્વભવ અને ત્યાંનું સંયમપાલન યાદ આવી જવાથી અહીં તીવ્ર વિરાગ્ય પ્રગટ થઈને સંયમને લેશ પણ અતિચારને ડાઘ લગાડ્યા વિના સંયમનું પાલન કરી રહ્યા છે, તો પછી કેમ એ સંયમપાલનના વિચારમાં ઢીલા પડ્યા? ઉo-અલબત્ નિકાચિત ભેગાવલિ કર્મ તે માટે કારણું છે જ, પરંતુ પૂર્વભવના સંયમપાલનમાં જે પનો. સાથ્વી પર મોહ જાગ્યો હતો, એનો ઝેરને કણિ એવે