________________ 37 એમ અહીં પ્રભાવ શ્રીમતીના પૂર્વભવના ધર્મને છે, તેથી એના પુણ્ય અહીં શ્રીમતી પાસે દેવતા ખેંચાયે છે. પ્રતાપ આપણા ધર્મને માટે આપણે એ સમજીને જ બુદ્ધિમાન માણસ જીવનમાં ધર્મની મુખ્યતા રાખે છે, બાકીની ગૌણતા કરે છે. બુદ્ધિમત્તા શેમાં? દુનિયાદારીને નહિ પણ ધર્મને મુખ્ય કરવામાં છે, કેમકે બધે પ્રભાવ ધર્મને છે. શ્રીમતી ઘરે ગઈ, શ્રીમતી માટે સામેથી મોટા-મોટા શેઠિયાના માગાં આવે છે, આવે જ ને? કેમકે આકાશવાણીની જાહેરાત સૌએ સાંભળી છે, એમાં જે શ્રીમતીને પરણે એને શ્રીમતી સાથે રત્નના ઢગલાને દાયજો મળવાને છે ને? કોણ તૈયાર ન થાય ? શું દુનિયા છે? સૌને ધનના ઢગલાની લાલચ ! આ ધનની લાલચમાં જ દુનિયા ચાટુ કરવા ય તૈયાર, ગમે તેટલાં કષ્ટ અપમાન વેઠવા તૈયાર, ને કાળાં કામે ય કરવા તૈયાર છે ! શ્રીમતી માટે મોટા શેઠિયાએ શ્રીમતીના બાપ આગળ ચાટ કરે છે કે તમારી દીકરી અમારા છોકરા વેરે આપે ને?” અત્યારસુધી એ બધા ક્યાં ભરાઈ ગયા હતા તે શ્રીમતી માટે માગણી નહોતા કરતા? કહે, હવે રત્નના ઢગલાએ કામણ કર્યું, ને શ્રીમતીને માગવા નીકળી પડ્યા ! કેવી લક્ષ્મીની માયા! લક્ષ્મી જેવી ધર્મની માયા લાગી જાય ત્યારે માન કે આપણને ધર્મ ગમ્યો. બાપ-બેટીને પતિ અંગે સંવાદ:- .