________________ 24 પૂર્વના ધર્મનું ફળ હતું. દેવતાઓ અસંખ્ય વરસના દિવ્ય આયુષ્ય ભોગવે છે, એ પણ પૂર્વે કરેલા ધર્મનું ફળ છે. પૂછે, પ્ર-ધર્મને આયુષ્યકર્મનાં દળિયાં સાથે શે મેળ? ઉ-ધર્મને આઠે કર્મના દળિયાં સાથે મેળ છે. અગર મિથ્યાત્વ અવિરતિ કષાય અને વેગ જે કર્મબંધના અસાધારણ કારણ છે, એમને કર્મબંધ સાથે મેળ છે, તે એજ સૂચવે છે કે મિથ્યાત્વ મંદ પડળે શુભભાવ આવે, અવિરતિ–આસક્તિ ઓછી કરતાં શુભ ભાવ આવે, કષાયો શુભભાવથી મેળા પાડવામાં આવે, અગર પ્રશસ્ત કેટિના કરાય, અને યોગે અશુભ ને બદલે શુભ કરી ભાવ શુભ કરવામાં આવે, તો કર્મબંધ અશુભ કમને થતો હોય તે શુભ કર્મને થાય, તેમ જુનાં અશુભ કર્મ તૂટતા આવે. હવે ધમ એવી ચીજ છે કે એનાથી હૈયાના ભાવ અશુભ મટીને શુભ થાય. તેથી યુક્તિયુક્ત છે કે ધર્મથી સારાં સદ્ગતિનાં શુભ કર્મનાં દળિયાં બંધાય, અને તે પણ દીર્ઘ આયુષ્યકર્મનાં બંધાય. માટે તે જુઓ, અનુત્તર વિમાનના સર્વાર્થ સિદ્ધ વિમા નમાં ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમનું; તે આયુષ્યકર્મનાં દળિયાં પૂર્વભવના બહુ ઉચ્ચ કેટિના ધર્મના શુભ ભાવથી બંધાયાં છે. દીર્ઘ શુભ આયુષ્ય એ ધર્મનું ફળ છે. એમ (8) આરોગ્ય એ ધર્મનું ફળ છે. આરોગ્ય સારું શી રીતે રહે છે? કહોને “આર્યુવેદ પ્રમાણે આરેગ્યના નિયમ જાળવવાથી રહે છે; પરંતુ જીવનમાં અનુભવ નથી કે નિયમ જાળવીને જીવવા છતાં