________________ 22 હતી “આ તો કુબડે, દેખે ય નથી ગમતે, એને પરણવાનું શાનું?” આમ દૌર્ભાગ્ય જોગવી રહ્યો હતો. અત્યારે બેર હજાર કન્યાઓ “અમે વરીએ તો આને જ વરીએ” એટલું બધું એનું સૌભાગ્ય પ્રકાશ મારી રહ્યું છે. શાનું ફળ? કહે ચારિત્રધર્મ, તપસ્યા અને સાધુ–સેવાના ધર્મનું ફળ. ત્યારે જ્ઞાનીઓ જીવને કહે છે - દુઃખ કાઢવા અને સુખ લેવા આડાઅવળા ફાંકા શું મારે? ધર્મનું શરણું લે. ધર્મ જે દુ:ખ મિટાવશે, અને જે સુખ જગાવશે એવું કંઈ નહિ કરી શકે. જુઓ અહીં, ક્યાં નંદીષણનું દર્ભાગ્ય? અને ક્યાં એણે ધર્મ કર્યા પછી વસુદેવ થતાં પ્રાપ્ત થયેલ સૌભાગ્ય? દુનિયામાં બીજા કેની મજાલ છે કે, આ મેટો ફરક સરજી શકે ? સુરૂપતા એ ધર્મનું ફળ. એમ, પાંડિત્યમ્ આયુઃ આરેગ્યે ધર્મતત્ ફલં વિદઃ પંડિતાઈ, દીર્ઘ શુભ આયુષ્ય, અને આરોગ્ય પણ ધર્મનું ફળ છે. (6) વિદ્વાનપણું એ ધર્મનું ફળ: વિદ્વાનપણું એ ભણવાની મહેનતનું ફળ કે ધર્મનું? કહે, નિશાળમાં ભણવાની મહેનત કરનારા તો ઘણા વિદ્યાથી હોય છે, પરંતુ પહેલા પાંચમાં નંબર લાવનારા કેટલા ? પાંચ જ. કેમ એમ ? કહે, પૂર્વભવે ધર્મની આરાધના. એમણે કરેલી એટલે એવી જ્ઞાનશક્તિ લઈને આવ્યા, તેથી ઉપરમાં નંબર રાખે છે, અને હોશિયારમાં ગણાય છે. ગણધર થનાર આત્માઓએ પૂર્વ ભવે જબરદસ્ત ધર્મસાધના કરેલી ! તેથી આ ભવે ભગવાન પાસેથી મળેલા માત્ર