________________ * 295 અનુભવે છે કે “સારું થયું શાસ્ત્ર-સ્વાધ્યાય મળે તે બામાંથી છૂટી મારી આત્માને શાનીઓના વચનમાં કરવાનું મળ્યું !" ત્યારે (5) ધ્યાનમાં તે વળી મનને શુભમાં એકાગ્ર કરવાનું થાય જ છે, તેથી મન બાહ્યમાંથી સહેજે છૂટી અંદરમાં કરે. તે (6) કાત્સર્ગમાં એ ધ્યાન ઉપરાંત વચન-કાયાઈન્દ્રિયોની પ્રવૃત્તિ બંધ કરવાથી એ દ્વારા બહારમાં જવાનું થતું હતું તે સાવ અટકી ગયું, તેથી અંદરમાં વિશેષ ઠરાય. મન તાજગી અનુભવે કે “હાશ ! અરિહંતાદિ મહાતત્ત્વમાં ઠેરવા મળ્યું ! વાત આ છે - મુનિ સર્વજીવ-હિતૈષી બની અવિરતિ ચાને ઇન્દ્રિયની આસક્તિરૂપ આશ્રવને બંધ કરીને વિશિષ્ટ તપથી અંદરમાં ઠરે છે, તેથી અનેક ભવનાં કર્મ વિખેરી નાખે છે. સારાંશ, મુનિ “આદાનવાન” અર્થાત્ સમ્યગ્દર્શન– જ્ઞાન–ચારિત્ર–તપને જ ખપ કરનારા હોય, એટલે એની આરાધનામાં પક્વ થયેલા હોય છે. એમને હવે ભવાની લાંબી પરંપરા અર્થાત્ સમુદ્ર સમાન અથાગ ભવરાશિમાં ભટકવાનું રહેતું નથી. હવે તો એ જાણે ભવરાશિ-સમુદ્રને તરી ગયા. એમ તરી જઈને શું કરે? તે કહ્યું, - “ધર્મમુરાદના” અર્થાત્ મુનિ ધર્મને ઉપદેશે, મુનિને દર્શન-જ્ઞાનચારિત્ર–તપની આરાધનાથી “સ્વતઃ " એટલે કે પિતાને તો