________________ 289 (3) વિપાકવિચય:- એમ કેઈ બિમારી આવી, પીડા થઈ, અપમાન થયું,... વગેરેમાં “આ મારા જ કર્મના. વિપાક છે, માટે મારે એ સમભાવે વેઠી લેવાના એમ. ચિતવતાં “વિપાકવિચય'ધર્મધ્યાન થાય. ત્યારે, (4) સંસ્થાનવિચય:- કાંઈ ને કાંઈ દેખીને મન ખોટા વિચારમાં ચડવા જતું હોય એને “સંસ્થાનવિચય” નામના ધર્મધ્યાનમાં જોડવાનું. એમાં આવું ચિંતન રહે કે જગતમાં કેવા કેવા શાશ્વતા ભાવે છે! કેવા કેવા અશાશ્વતા.. ભાવે કામ કર્યું જાય છે !..." આમ શુભ ધ્યાનમાં મુનિ લીન રહે છે. (6) કાયોત્સર્ગ–આભ્યન્તર તપ મુનિ કાત્સર્ગ નામનો આભ્યન્તર તપ એટલા માટે કરે કે સ્થિર કાયાએ ખડાખડા રહેવામાં ભલે થાક લાગે ય બેસવાનું નહિ એટલું જ કષ્ટ નહિ, પરંતુ શરીર પર માંખી ડાંસ મચ્છર બેસી કરડ્યા કરે તો પણ એને ઉડાડવા. કાયા કે હાથ હલાવવાને ય નહિ. એવા કાર્યોત્સર્ગનાં કષ્ટ સહતાં શરીરરાગ–દેહાધ્યાસ-કાયમમતા ઓછી થતી આવે. આ અને બીજા તપમાં કાયકષ્ટ ઉપાડાય એટલી કાયમમતા. ઓછી થાય. પ્રવ - તે પછી વેપારાદિ ખાતર કાયાનાં કષ્ટ ઉપાડે. એમાં કેમ કાયમમતા ઓછી નથી થતી? - ઉ૦ - કારણ કે દુન્યવી વસ્તુ ખાતર કષ્ટ ઉપાડાય છે.. એમાં ઉદેશ દુન્યવી વસ્તુ મેળવવાને છે, કાયમમતા ઓછી.