________________ [42] આલોચના - પ્રાયશ્ચિત્ત –વિનય તપનું મહત્વ પ્રાયશ્ચિત્ત તપમાં મુનિ પોતાની સાધનામાં પાકું લક્ષ રાખનારા હોય કે ક્યાંય દોષ ખલના અતિચાર તો નથી લાગતું. ને ? લાગે ત્યાં ઝટ ગુરુની આગળ માયા રહિત એનું આલેચન–પ્રકાશન કરી દે, અને એનું ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત સહર્ષ ને આભાર માનવાપૂર્વક સ્વીકારી લે ને એનું વહન કરે. પ્ર- એમ તે શાસ્ત્રનાં સૂક્ષ્મ વિધાન જોતાં તો દિવસમાં કેટલીય ખલના દેખાય, એ બધાનું ગુરુ આગળ આલોચન કરી પ્રાયશ્ચિત્ત લેતાં તો એક જ દિવસના પણ. કેટલા બધા પ્રાયશ્ચિત્ત આવે? એ વહન કરવા બેસે એમાં તો દિવસો પસાર થતાં એ દિવસોમાં વળી કેટલી બધી ખલનાઓ થાય, ને કેટલાં બધાં પ્રાયશ્ચિત્ત ચડે? એ શે. પૂરા વી શકાય ? ઉ૦- મુંઝવણ કરવાની જરૂર નથી, આવી સમસ્યા નાની મોટી ખલનાઓની માયારહિત આલોચના કરનારા અને એનાં પ્રાયશ્ચિત્ત લેનાર માટે શાસ્ત્ર ઝોસ કરવાની પ્રાયશ્ચિત્તદાતા ગુરુને છુટ આપી છે. સની વિધિ નિશીથ. વ્યવહારાદિ છેદ ગ્રન્થ યાને પ્રાયશ્ચિત્ત ગ્રન્થમાં વર્ણવેલી છે. એ વિધિથી ઝોસ કરતાં પ્રાયશ્ચિત્ત લેનારને પ્રાયશ્ચિત્ત વહી પૂરું કરવાની સગવડ રહે છે.