________________ ર૭૨ અને આપણી સામગ્રીને બીજાનાં પાપ કે દુઃખમાં નિમિત્ત બનતી જોઈ, એની માયા મમતા મૂચ્છ ઘટાડનારા બનીએ. વાત એ હતી “આદાનવાન” મુનિએ “આદાન અર્થાત્ મોક્ષાર્થ ગૃહ્યમાણ સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રના ભરેલા, તે સમ્યફ ચારિત્રથી વિશ્વના સમસ્ત જીના હિતૈષી બને છે. એમનામાં સકલસત્ત્વહિતાશય ભરેલો હોય છે. ક્યારેય કેઈના અહિતને, ને કેઈને ય દુભવવાને વિચાર સરખે નહિ! એટલું જ નહિ પણ એવી પાકી સાવધાની કે તાનો બોલ કે પિતાની આંખ મુખમુદ્રા ય કેઈને દુઃખમાં કે પાપમાં યા કષાયમાં નિમિત્ત ન બની જાય. ત્યારે અહીં એક પ્રશ્ન થશે, કે ગશાળાને કષાય-વૃદ્ધિમાં પ્રભુએ કેમ નિમિત્ત આપ્યું?:- પ્ર. - જ્યારે ગોશાળે ધમધમતો અને મહાવીર પ્રભુને કહેતે આવ્યું કે “હું તમારે શિષ્ય ગોશાળ નથી, પરંતુ સિદ્ધ યોગી પુરુષ છું, અને મેં તે મરેલા ગોશાળાનું સશક્ત શરીર ચગશક્તિથી ધારણ કરેલું છે.” ત્યારે પ્રભુએ કેમ એને સાચાનું સાચું કહ્યું કે “તું જ ગોશાળે છે. શા માટે જાતને છુપાવે છે?” પ્રભુએ એવું કહેવાથી તે એને તેજલેશ્યા મૂકવા સુધી કષાય થઈ ગયો! પ્રભુનું વચન ગોશાળાને કષાયવૃદ્ધિમાં નિમિત્ત ન બન્યું? ઉ૦ - ના, ગોશાળે પહેલેથી એ દુર્જન જ હતે. કે એ કષાયથી ધમધમતું રહેતું જ હતું, એની આંતર - પરિણતિ જ કષાયમય હતી. એટલે પ્રભુએ એને નવા (૩ષાનું નિમિત્ત આપ્યું એવું નથી. પ્રભુએ તે બીજા