________________ બન્યા. જ્ઞાનનો ઉપયોગ પણ એ લોકોને મોક્ષમાર્ગ પમાડ વાને જબરદસ્ત કરતા ગયા. શુકપરિવ્રાજકના શ્રીમંત ભક્ત સુદર્શનશેઠને મિથ્યાધર્મ મુકાવી જૈનધર્મ એ સાટ પમાડી દીધે, કે એને પહેલાને ગમે તે માન્ય ગુરુ શુકપરિવ્રાજક હવે એને પાછો લાવવા ઠેઠ એના ઘરે આવ્યા તે ય સુદર્શને એના પર નજર લેશ પણ ઊંચી ન કરી, ને એના સામું પણ જોયું નહિ. ત્યારે શુકપરિવ્રાજક કહે “તને કણે ભેળવ્યું ! ચાલ મને લઈ જા એમની પાસે, એ મને સમજાવે તે હું પણ એને શિષ્ય થઈ જાઉં.” કયા એકજ સવાલમાં શુક નિરુત્તર? : સુદર્શન એને લઈ ગયે થાવગ્નાકુમાર આચાર્ય મહારાજ પાસે. એણે આચાર્યદેવને આક્ષેપ કર્યો કે “તમારી પાસે ધર્મ જ ક્યાં છે તે ધર્મગુરુ તરીકે જગતમાં ફરે છે? ધર્મમાં પહેલું તે શૌચ–પવિત્રતા જોઈએ, ને તમે લોકે સ્નાન જ કરતા નથી, એટલે તમારે શૌચ નહિ, તો ધર્મ યણ નહિ.” આચાર્ય મહારાજે સમ્યજ્ઞાનથી એનું એવું સુંદર નિરાકરણ કર્યું કે “બેલ ભાઈ ! લેહીથી ખરડાયેલું કપડું લેહીથી સાફ થાય? કે પાણીથી સાફ થાય? તું કહે છે - જલસ્નાનથી શૌચ કરે, આત્મા નિર્મળ થશે. પરંતુ તને ખબર છે ખરી? કે આ જીવ પહેલા નંબરમાં જીવહિંસાના પાપથી કર્મમલિન બન્યો રહી સંસારમાં ભટકી રહ્યો છે. તો હવે