________________ 258 એથી હવે સંસાર તરી ગયા જેવું જ છે, એટલે બધે એ આદાનવાન” અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન–ચાસ્ત્રિમાં સુસ્થિર બની ગયું છે તેથી એ “ધમ્મમુદાહરેજા” અર્થાત્ બીજાએને સમ્ય ધર્મ બતાવે. આ ઉપરથી એ સૂચવ્યું કે, બીજાઓને ધર્મ ઉપદેશતા પહેલાં પોતે કેવા બનવાનું છે. હવે ગણધર ભગવાન કહે છે કે “આવા મુનિ જાણે સંસારસમુદ્ર તરી ગયા, તે “આદાનવાન” યાને સમ્યગ્દશ. નાદિ-રત્નત્રયીવાન બનેલા થકા ધર્મને ઉપદેશ કરે છે.” આમાં ઉપદેશ આપવાની વાત જ્યારે આવી? સંયમધર્મમાં સુસ્થિર અને રત્નત્રયીના નિર્મળ આરાધક બન્યા પછી. આ સૂચવે છે કે જૈન શાસનમાં મુનિએ ઉપદેશ આપવાનું કામ સહેલું નથી, પહેલાં પિતે સંયમનું શુદ્ધ પાલન તથા સમ્યગ્દર્શન– જ્ઞાન–ચારિત્રની શુદ્ધ આરાધના કરનારા બનવું જોઈએ, એ આ સૂત્ર કહી રહ્યું છે. જેમ શ્રેતા પર વાણુની છાયા પડે છે, એમ વક્તાના જીવનની પણ છાયા પડે છે. અભવીને બુઝવેલા અનંતા ક્ષે જાય છે, તેમાં અભવીની વાણીથી છતાને બેધ–વૈરાગ્ય ક્યારે થાય છે? એકલી વાણીને પ્રભાવ નથી, કિન્તુ એ અભવી વાણીની સાથે સાથે કષ્ટવાળું મુનિ જીવન જીવતા હોય છે, એટલે શ્રોતા પર એની અસર પડે છે. ભલે એને અંદરમાં સાવ કોરુંધાકેર છે, કશી એક્ષ-શ્રદ્ધા જ નથી, એટલે સમકિત પણ નહિ તે સંયમપરિણતિ શાની જ હોય છતાં એ અભવી બાહ્યથી સાધુજીવન ઊંચું પાળે છે, બહુ ચોકસાઈવાળું પાળે છે;