________________ 248 મિથ્યાત્વમોહનીયની જુગુપ્સા : અહીં સૂત્રના ટીકાકાર મહર્ષિ તે ત્યાં સુધી કહે છે કે કેવલં તદાવરણજુગુપ્સાં ત્રિવિધેનાપિ કરણેન વિધ” અર્થાત્ મન-વચન-કાયા ત્રણેય કરણથી “મિથ્યાત્વ મેહનીય કર્મઆવરણની જુગુપ્તા–વૃણા–બિંસા કરનાર મુનિ હોય. મુનિ મિથ્યાદષ્ટિમાં અનુમતિ-સંમતિ ધરતા નથી, કેમકે જે વીત રાગ સર્વજ્ઞ ભગવાનનાં કેહિનૂર હીરા જેવાં તત્ત્વ મળ્યા છે, એમ કેહિનુર હીરા જેવી સમ્યગદષ્ટિ સમ્યફપ્રકાશ મળે છે, તે કાચ-કાંકરાતુલ્ય મિથ્યાતત્ત્વ-મિથ્યાદષ્ટિમાં એ શાના રાચે? એવા મિથ્યાદષ્ટિવાળા તરફ શાના આકર્ષાય? સમ્યગુ દષ્ટિવાળા મુનિને તો એવાની દયા આવે, અને એમને નડી રહેલા મિથ્યાત્વ–આવરણ પર અરુચિ થાય, સૂગ થાય, ધૃણા થાય કે “આ આવરણ કેવા ઉકરડા જેવા કે એ બિચારા જીવમાં અસત્ માન્યતાની દુર્ગંધ ફેલાવે ! અને અસત્ આચરણને ગંદવાડ જ એકત્રિત કરે !" અહીં ધ્યાન રાખવાનું છે કે, આમ ધૃણા મિથ્યાષ્ટિવાળા જીવ પર નહિ, કિંતુ એના પર ચડેલ મિથ્યાષ્ટિના મિથ્યાત્વના કર્મ–આવરણ પર કરવાની એ ધૃણા પણ મન-વચન-કાયાથી. (1) મનથી વ્રણ એ કે મિથ્યાત્વ–આવરણનાં કાર્યો જેવાં કે મિથ્યાત્વી દેવ-ગુરુની પૂજા–ઉત્સવ–વરઘોડો-યાત્રા-કથાસપ્તાહ વગેરે પ્રત્યે ધૃણા હોય, એટલે એને સહેજે પણ મન પર પણ ન લે, મન એના તરફ આકર્ષાય જ નહિ. મન એની જાહોજલાલીની અનુમોદના ન કરે, મનમાં એમાં જોડાવાના