________________ 234 (3) એમ સાધુ કયાથી પણ સંયમમાં સુસ્થિર. રહેનારા હોય, દા. ત. રસ્તે ચાલતાં આજુબાજુ ગમે તેવા પ્રલોભને. હોય છતાં એને જોવામાં ન પડતાં, પગતળે કેઈ જીવ ન મરે એ માટે નીચે જોતાં જ ચાલે. અર્થાત્ ઈર્યાસમિતિ પાળે. આર્યમંગુના શિષ્ય :એટલે તે આચાર્ય આર્યમંગુના શિષ્ય, આચાર્યશ્રી કાળધર્મ પામી યક્ષ તરીકે ઉત્પન્ન થયા પછી, નગર બહાર જતા હતા એ વખતે ત્યાં નગરની પાળ પાસે યક્ષના. મંદિરની પત્થરની મૂર્તિની જીભ બહાર નીકળેલી ! અને હાલતી હતી! પણ સાધુ એ જોવા ઊભા ન રહ્યા. કેમકે (1) એક તે સાધુ પોતે સંયમાથે નીચે જોઈને ચાલવાના. ઉપગમાં હતા, તેમજ (2) બીજુ એ, કે આવું તેવું નવાઈ જેવું કાંઈક જોવાનું મન થાય એ બાહ્યભાવ હોવાથી, એમાં પણ અસંયમ છે, એમ સમજતા હતા. સાધુ સંયમ મૂકીને એમાં શાના પડે? તાત્પર્ય, સાધુ સંયમમાં કાયાથી પણ સુસ્થિર હોય. મુનિને ઇંદ્ધિનું સુપ્રણિધાન : અહીં દ્વિતીય અંગ આગમ “સૂત્રકૃતાંગ” નામના મહાન. શાસ્ત્રના ધુરંધર વિદ્વાન ટીકાકાર આચાર્ય શિલાંકસૂરિજી મહારાજ કહે છે કે સાધુ મન-વચન-કાયાથી સંયમમાં સુસ્થિર થાય તે ઈદ્રિને “સુ–પ્રશિહિત” રાખીને સુસ્થિર થાય. “સુપ્રણિહિત” એટલે સારા પ્રણિધાનવાળી યાને સારી રીતે શુભ વિષયમાં એકાગ્ર. તાત્પર્ય, જૈન સાધુ એક પણ ઈન્દ્રિયને અશુભ વિષયમાં ન જવા દે. દા. ત.