________________ 12 તપમાં ત્રિકરણ : ત્યારે તપસ્યા કરાય, ત્યાં ત્રિકરણથી તપગ સાધવાને ખ્યાલ જ નથી, એટલે તપના દા. ત. ઉપવાસના દિવસે મન પારણાનો વિચાર કરે છે! અથવા “અમુક ખોરાક સરસ એવું મનમાં લાવે છે. વાણીથી ય કદાચ ઘરમાં કહેશે “કાલે પારણામાં આ બનાવજે,’ આમાં મન અને વાણીથી તપ ક્યાં સા ? સૂયગડાંગ સૂત્રના આદ્રકુમાર અધ્યયનના પ્રાંતે સૂત્રકાર સુધર્મા ગણધર ભગવાન આ ફરમાવે છે કે, “સમાધિ યાને ધર્મસાધનામાં સુસ્થિત થઈ એને વિવિધ એટલે કે, મન-વચન-કાયા એ ત્રિકરણથી સાધો. ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકાચાર્ય અને ભાવ ખેલતાં કહે છે કે, ધર્મ સાધનામાં સુસ્થિત થવાનું તે મનવચનકાયાથી, ને ઇદ્રિ પર પાકો નિગ્રહ રાખીને, ત્રિકરણથી સુસ્થિત થવાનું તાત્પર્ય, સારી રીતે સ્થિરતાથી ધર્મસાધના કરવાની. ધર્મની સાધના કરવી છે તો તે સારી સ્થિરતાથી કરાય તે જ એનું ઉચ્ચ ફળ આવે, એ સ્વાભાવિક છે. અસ્થિર મનની ક્રિયા ખેડયા વિનાની કડક ભૂમિ પર બિયારણના વાવેતર જેવી છે. જેમ કડક જમીનમાં બિયારણ અંદરની માટી સાથે બંધાય જ નહિ, માટીમાં ભળે જ નહિ, પછી એમાંથી અંકુર