________________ સામયિકની એ પત્ની બધુમતી હતી. ત્યાં બંધુમતીએ ચારિત્ર લઈ પતિમુનિના પોતાના પર પ્રગટેલા રાગને નિવારવા. માટે અનશન કરેલ ! એને ચગે મરીને એ દેવ થઈને અહીં ધનાઢય શેઠને ત્યાં પુત્રી શ્રીમતી તરીકે જામી હતી. જનમતાં. પિતાએ મેટે ઉત્સવ ઊજવેલો, અને પછી તો એને શિક્ષણ અપાતાં એ ધર્મ-કર્મ ને સર્વ કળામાં પ્રવીણ બનેલી. તે અહીં કીડાથે આવેલી, ને બીજી કન્યાઓએ. વર તરીકે થાંભલા પકડ્યા ત્યારે આપણે આદ્રકુમાર મુનિના પગ પકડ્યા! એના ભાગ્યયોગે આકાશમાંથી રત્નની વૃષ્ટિ થઈ ! વૃષ્ટિ, એટલે શું 25-50 ર? ના, રને ઢગલે ઢગલો થાય. એટલી વૃષ્ટિ ! ધર્મને મહાન પ્રતાપ છે. જ્ઞાની કહે છે - सुराज्य संपदो भोगाः, कुले जन्म सुरूपता / पाण्डित्यमायुरारोग्य, धर्म स्यैतत्फलं विदुः / / (1) સુરાજ્ય એ ધર્મનું ફળ જ્ઞાનીઓ કહે છે, જગતમાં જુઓ –કોઈ કેઈને મેટું રાજ્યપાટ મળે છે, તે પણ સારું રાજ્યપાટ મળે છે, તે ધર્મનું ફળ છે. પૂર્વ જન્મમાં ધર્મ કર્યો હોય તો આવું સુરાજ્ય મળે છે. “સુરાજ્ય” એટલે જેમાં મોટા મંત્રીશ્રી, માંડી નીચેનીચેના અમલદારે સિપાઈઓ અને હવાલદાર ચોકિયાત સુધીના માણસો પ્રામાણિક અને રાજાને વફાદાર, હાય, લાંચ-રૂશ્વત ખાનારા ન હોય, તેમજ પ્રજા પ્રત્યે પણ દયાળ મમતાળ હોય. ત્યારે પ્રજા પણ સંતા–સાધુઓના. ઉપદેશથી સરળ સદાચારી અને પરોપકારી હોય, અનીતિ અન્યાયથી દૂર રહેનારી હોય, ને પાપભીરુ હેય. સુરાજ્યમાં ચિર-ડાકુ-જુગારી–મવાલી વગેરે ન હોય, સુરાજ્ય એટલે