________________ 191 હાથી મહર્ષિની પાછળ દોડે છે :તાપસો અને લોકે તે ચારે બાજુ ભાગ્યા! જે એમને એમ લાગે છે કે “હાથી મહર્ષિને મારી નાખશે” તે અચાવવા ન જાય? ના, શેના જાય? સૌને પિતાને જીવ પહેલો વહાલો છે. બીજા ય વહાલા તે છે. પરંતુ પિતાને હાનિ પહોંચાડીને બીજાને બચાવવા જવાની વાત નહિ! એટલે લોકે દૂર ભાગીને પાછળ જુએ છે કે હાથી શું કરે છે ! હાથી તે ઊંચા કાને ઊંચી સૂઢે દોડતો આવી જ્યાં આદ્રકુમાર મહર્ષિ સ્વસ્થપણે ઊભા રહ્યા છે ત્યાં એમને હાથી કાન અને સૂંઢ નીચા કરી માથું–ગંડસ્થલ અપૂર્વ હરખથી નમાવી, પ્રદક્ષિણા દે છે! ત્રણ પ્રદક્ષિણા દઈ હાથી બેસી જઈ જમીન પર દંતૂશળને અગ્રભાગ અડાડી સૂંઢના અગ્રભાગથી મહર્ષિના ચરણે સ્પર્શ કરે છે, અને ખૂબ મન લગાડી ભાવથી મહર્ષિને નમસ્કાર કરે છે ! હાથી કોણ? લોકે તે આવા મદોન્મત્ત અને લોખંડી સાંકળ તોડી ભાગનાર હાથીને ગળિયો ઘેંસ જે નરમ થઈ જઈ મહષિને પ્રદક્ષિણા દેતે અને પછી નમસ્કાર કરતો દેખે છે ત્યારે, લોકેને આશ્ચર્યને પાર નથી રહેતે ! સૌના મનને એમ થાય છે કે “અહો! આહા! કેવા આ અચિંત્ય પ્રભાવવંતા મહર્ષિ કે જેમની આગળ આવા જંગલી હાથી પણ દાસ જેવા થઈ સેવામાં ઊભા રહે છે!” સૌ આતુર છે જેવા કે હવે શું બને છે. હાથીને નમેલા મસ્તકથી રહેલ અને કોઈક શુભ ચિંતનમાં મગ્ન મનવાળે જઈ મહષિ એને કહે છે, “હે મહાન હાથી ! આમે ય તને જીવતો મારી નાખ